Connect with us

Chhota Udepur

બ્રીજ ખુલ્લો મુકવા નિર્ણય લેવામાં સમય લાગે તેમ હોઈ જાહેરનામામાં આંશિક રીતે ફેરફાર

Published

on

A partial change in the announcement as it takes time to take a decision to open the bridge

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં સીહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે.૫૬ પર આવેલ ભારજ નદીનો બ્રિજનો પિલર બેસી જવાથી તકેદારીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. હાલમાં કયા પ્રકારના વાહનો માટે બ્રીજ ખુલ્લો કરી શકાય તે નિર્ણય આપવામાં સમય લાગે તેમ હોઈ આ જાહેરનામાંની મુદત ૧૧/૦૯/૨૦૨૩ થી તા.૨૫/૦૯/૨૦૨૩(પંદર દિવસ) વધારવામાં આવેલ હતી. જે પ્રમાણે લોકોને પડતી અગવડતાને ધ્યાને લઈ નીચે પ્રમાણેનો સુધારો કરવામાં આવે છે.

Advertisement

બોડેલીથી છોટાઉદેપુર તરફ જતા વાહનો મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી થઈ રતનપુર, વનકુટીર ત્રણ રસ્તા જેતપુર પાવી મેઈન રોડ હાઈવે નં.૫૬ ઉપર ડાઈવર્ઝન આપેલ છે.

છોટાઉદેપુરથી બોડેલી અને વડોદરા તરફ આવતા વાહનો જેતપુર-પાવી-વનકુટીર થઈ રતનપુર થઈને રંગલી ચોકડીથી મોડાસર થઈને બોડેલી-નસવાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર જઈ શકશે.

Advertisement

મધ્યપ્રદેશ (એમ.પી) તરફથી આવતા ભારે વાહનોની (પેસેન્જર વ્હિકલ તથા સ્થાનિક ભારે વાહનો સિવાયના) કવાંટ પો.સ્ટેના રેણધા ચેક પોસ્ટ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર, બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે.

A partial change in the announcement as it takes time to take a decision to open the bridge

વડોદરાથી મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો (પેસેન્જર વ્હિકલ તથા સ્થાનિક ભારે વાહનો સિવાયના) ડભોઈ, બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રેણધા ચેક પોસ્ટ વાળો રૂટ લઈ શકશે.
મધ્યપ્રદેશ તરફથી છોટાઉદેપુર થઈ બોડેલી તરફ જતા ભારે વાહનો (પેસેન્જર વ્હિકલ તથા સ્થાનિક ભારે વાહનો સિવાયના) છોટાઉદેપુર સિલ્વર હોટેલ થઈ કવાંટ નાકા થઈ, પાનવડ, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, રંગલી ચોકડી, મોડાસર, બોડેલી, ડભોઈ થઈ વડોદરા તરફ જઈ શકશે.

Advertisement

તેવી રીતે વડોદરા, ડભોઈ, બોડેલી થી છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો (પેસેન્જર વ્હિકલ તથા સ્થાનિક ભારે વાહનો સિવાયના) ડભોઈ, બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, કવાંટ ડોન બોસ્કો ત્રણ રસ્તા, પાનવડ, કવાંટ નાકા, છોટાઉદેપુર સિલ્વર હોટેલ થઈ છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ તરફ જઈ શકશે.

ઉપરના મુદ્દા નં. ૩ થી ૬ મુજબનો રૂટ ભારે વાહનોની (પેસેન્જર વ્હીકલ સિવાયના) અવર-જવર માટે રહેશે.

Advertisement

વૈકલ્પિક રૂટ તરીકે આવવા જવા માટે તેજગઢથી ડુંગરવાટ થઈ વાંકી ચોકડી થઈ સીહોદ તરફ લાઈટ વિહિકલ આ રૂટનો ઉપયોગ કરી શકશે. તેમજ અગાઉના ડાઈવર્ઝન મુજબ સરકારી વાહનો ચાલુ રહેશે.
આ જાહેરનામાં અન્વયે કાર્યપાલક ઇજનેર,વડોદરા દ્વારા ડાયવર્ઝન અને ગતિ સીમા અંગેના સાઈન બોર્ડ લગાવવાના રહેશે, તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે. તા.૧૪/૦૯/૨૦૨૩ થી તા.૧૩/૧૦/૨૦૨૩ સુધી, (બંને દિવસો સહીત) આ બંને દિવસો સહીત આ જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.
આ જાહેરનામાના અમલ દરમિયાન કયા પ્રકારના વાહનો માટે બ્રીજ ખુલ્લો કરી શકાય તે નિર્ણય લેવાશે.

Advertisement
error: Content is protected !!