Chhota Udepur
છોટાઉદેપુર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
(પ્રીતમ કનોજીયા પાવીજેતપુર)
આગામી તારીખ 20 મી જુને દેશ ભરમા રથયાત્રા નો પાવન અવસર આવવાનો છે છોટાઉદેપુર ખાતે પણ આઠમી અલૌકિક ભવ્ય રથયાત્રા નુ રણછોડ રાય ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રા શાંતિમય વાતાવરણમાં કોમી એકતા ભાઈ સારા સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પૂર્ણ થાય તે માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ઈન્ચાર્જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડી. કે. રાઠોડ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ છોટાઉદેપુર પોલીસ મથકના નવ નિયુકત પી.આઇ.એમ.એન.ચૌહાણે એ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓને આવકારી સ્વાગત કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા ઈન્ચાર્જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકે પ્રતિવર્ષ ઉજવાતી રથયાત્રા શાંતિમય વાતાવરણમાં ઉજવવા તેમજ રથયાત્રા માં પોલીસ ખાતાની જરૂર ન પડે અને તેની ગેરહાજરીમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ઉલ્લાસ ભર્યા વાતાવરણ મા ઉજવાય તેવું વાત વાતાવરણ નું નિર્માણ કરવાનું પણ સૂચવ્યું હતું અને એકબીજાના તહેવારો માન સન્માન થી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા ઉપસ્થિત અગ્રણીઓને અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રથયાત્રાના મુખ્ય આયોજક સંજયભાઈ સોની દ્વારા રથયાત્રા ના કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી આ બેઠકમાં જિલ્લાના ઈન્ચાર્જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડી. કે. રાઠોડ છોટાઉદેપુર પોલીસ મથકના નવ નિયુકત પી.આઇ.વી.એમ.ચૌહાણ છોટાઉદેપુર રથયાત્રાના આયોજકો અશોકભાઈ અજમેરા સંજયભાઈ સોની નીતિનભાઈ દરજી અશોકભાઈ સોની પાલીકા ના પૂર્વ કોર્પોરેટરો હાજી ફારૂક ફોદા વંદન પંડ્યા જાકીર આધી વકફ કમિટીના પ્રમુખ બાબુભાઈ મકરાની તેમજ પાલિકા સદસ્યો હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ પત્રકારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.