Dahod

જાગૃત મહિલાઓ દ્વારા સમલૈંગિક લગ્નનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર આપ્યુ

Published

on

(પંકજ પંડિત દ્વારા ઝાલોદ)

ઝાલોદ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન અને સમસ્ત જાગૃત મહિલા નાગરીક દ્વારા સમલૈંગિક લગ્નને કાનુની માન્યતા ન આપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

Advertisement

સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવી કે નહીં તે અંગે ટૂંક સમયમાં કાનૂની ચુકાદો આપવાનો છે અને દેશ હિતમાં આવા સમલૈંગિક લગ્ન પ્રથાને માન્યતા ન આપવા ઝાલોદ નગરના જાગૃત લોકો સ્પષ્ટ વિરોધ કરી રહ્યા છે.
ભારત દેશે આજે વિશ્વમાં પોતાની સંસ્કૃતિને લઈ આગવી ઓળખ ઉભી કરી છે અને આખું વિશ્વ ભારતીય સંસ્કૃતિનું અનુસરણ પણ કરી રહ્યું છે. ત્યારે વિદેશોમાં ચાલતી સમલૈંગિક પ્રથા માટે ભારતમાં પણ ચાલે તે માટે દેશની સુપ્રીમ કોર્ટમાં કાનૂની રાહે કેસ ચાલી રહ્યો છે. વિદેશી કલ્ચરમાં ચાલતી આવી ધૃણાસ્પદ કે નકારાત્મક પ્રક્રિયાનો ભારત દેશની સંસ્કૃતિની વિચારધારાથી જોડાયેલ વર્ગ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યો છે.

જો ભારત દેશમાં સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે તો દેશનું ભાવિ અંધકારમય બની શકે છે. દેશના હિતોના રક્ષણ માટે દેશ હિતમાં સ્ત્રી પુરુષના લગ્નને કાનૂની રીતે માન્યતા મળેલ છે.
સ્ત્રી પુરુષના લગ્ન થકી પરિવારનો વંશ આગળ વધે છે અને સ્ત્રી પુરુષના લગ્નને સમાજ દ્રારા કાનૂની માન્યતા તેમજ ધાર્મિક રીતે પણ વ્યક્તિઓ પર ઉંડો પ્રભાવ જોવા મળે છે. સ્ત્રી પુરુષ વિના અને પુરુષ સ્ત્રી વિના અધૂરાં છે બંનેનું સામાજિક વિધિવત જોડાણ સૃસ્ટીનુ રચનાત્મક કાર્ય આગળ વધે છે.

Advertisement


શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા પવિત્ર ભારત દેશમાં પશ્ચિમ દેશનું આંધળું અનુકરણ કરીને વિકૃત માનસિકતા અને માત્ર વાસનામાં જ રાચતા સમલૈંગિકો ખાતર દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા જો માન્યતા આપવામાં આવે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને તેના સોળ સંસ્કારો પૈકીના લગ્ન સંસ્કાર નાશ પામશે અને સમગ્ર રાષ્ટ્ર પાયમાલી તરફ જવાના એંધાણ છે. તબીબી પુરાવા મુજબ હોમોસેક્સ્યુઅલ સમાજમાં માન્યતા આપવાથી સમલૈંગિકો નાની ઉંમરમાં નકારાત્મકતા, શારીરિક નબળાઈ આવશે તેમજ સમગ્ર રાષ્ટ્ર અધોગતિ તરફ વળશે.
આવા લગ્નોને માન્યતા આપતા સામાજિક વ્યવસ્થા નાશ પામશે તેમજ દેશમાં ગંભીર રોગો માથું ઉચકશે. પશુઓ થી પણ નિમ્ન કક્ષાની વિચારધારા થી કુટુંબ, સમાજ અને દેશની આંતરીક અર્થવ્યવસ્થા ખોખલી થઈ જશે.
આવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક લગ્ન પ્રથાને માન્યતા ન આપે તે માટે કેમિસ્ટ એસોસીએશન તેમજ મહિલાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Trending

Exit mobile version