Panchmahal
રાત્રિના સિંચાઈ માટેના સમયના વિરોધમાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
- MGVCL ની આડોડાઈ ખેડૂતોને દિવસે તારા બતાવ્યા
રાત્રિના સિંચાઈ માટેના સમયનો વિરોધ આખા એ ગુજરાતમાં ધરતી પુત્રો દ્વારા કરવામાં આવેછે પરિણામે ઘોઘંબા પંથકના ખેડૂતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને તેઓને પહોંચાડવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અંદાજે 100 જેટલા જગતના તાત દ્વારા ભારે સૂત્રોચાર સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વખતે મનોમંથનના પ્રતિનિધિ દ્વારા ખેડૂત આગેવાન સંજયભાઈ ને પુછવાથી તેઓએ જણાવ્યું હતું કે હાલમાં હાડ થ્રીજાવતી ઠંડીનો કહેર છે અને અડધી રાત બાદ પિયત માટેનો વીજ પ્રવાહ આપવામાં આવે છે અમારા પાકને બચાવવા માટે અમુ રાત્રિના સિંચાઈ માટે જવા તૈયાર છીએ પરંતુ તાજેતરમાં અમારા એક ખેડૂતને જંગલી ભૂંડ દ્વારા હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને સારવાર માટે દવાખાને દાખલ કરવો પડ્યો હતો.
આ ઉપરાંત ઘોઘંબા ના વન વિસ્તારમાં દીપડાઓનો વસવાટ છે અને દિપડાઓ રાત્રિના સમયે શિકારની શોધમાં માનવ વસ્તી ઉપર વિચરણ કરતા હોય છે એને લઈને અમારો સમાજ ગભરાઈ છે આ અંગે અમે અનેક વખત રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી પરિણામે અમારે આવેદનપત્ર આપવા ની જરૂર પડી છે આ ઉપરાંત તંત્ર દ્વારા નલ સે જલ યોજનામાં આપવામાં આવતું પાણી ખરેખર જ્યોતિગ્રામ યોજનાના વીજ પ્રવાહમાંથી આપવું જોઈએ તેને બદલે ખેતી વિષયક લાઇન માથી આપવામાં આવે છે
પરિણામે ઘરની મહિલાઓને પણ રાત્રિનો ઉજાગરો કરવો પડે છે જોકે આ અંગે એમજીવીસીએલને આવેદનપત્ર આપતા એમજીવીસીએલ ઘોઘંબા ના અધિકારી તિવારીએ જાહેરમાં ખાત્રી આપી હતી કે આવનાર દસ દિવસમાં નલ સે જલ યોજના માં આપવામાં આવસેખેડૂતો ના જણાવ્યા મુજબ જો આ પ્રશ્ન નો નિકાલ 29જાન્યુઆરી સુંધી માં કરવામાં નહીં આવેતો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અનેક વખતની રજૂઆતો કર્યા બાદ પણ પ્રશ્નોનો નિકાલ નથી આવતો પરિણામે ગ્રામ્ય કક્ષાના ખેડૂતો નારાજ છે અને હવે પછી આવનાર દિવસોમાં અમારે જલદ આંદોલન ન કરવું પડે તે માટે તંત્ર શાબ્દુ થાય તે લોકહિતમાં હશે
- ખેતર માં પાણી મૂકવા ગયેલા ખેડૂત ઉપર જંગલી ભૂંડ દ્વારા હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો હતો
- અનેક વખતની રજૂઆતો કર્યા બાદ પણ પ્રશ્નોનો નિકાલ નથી આવતો પરિણામે ગ્રામ્ય કક્ષાના ખેડૂતો નારાજ છે
- ઘોઘંબા ના વન વિસ્તારમાં દીપડાઓનો વસવાટ છે અને દિપડાઓ રાત્રિના સમયે શિકારની શોધમાં માનવ વસ્તી ઉપર વિચરણ કરતા હોય છે