Gujarat
જીવન સાધના વિદ્યાલય મિઠાલી ખાતે પોકશો એક્ટ ની શિબિર યોજવામાં આવી.
આજ રોજ જીવન સાધના વિદ્યાલય મિઠાલી ખાતે પોકશો એક્ટ ની શિબિર યોજવામાં આવી.જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ જિલ્લા અને જીવન સાધના વિદ્યાલય સંયુક્ત ઉપક્રમે આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં મુખ્ય માર્ગદર્શક માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સેક્રેટરી અને પ્રમુખ તથા શાળા ના આચાર્ય અજય કુમાર વરિયાના માર્ગદર્શન હેઠળ આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ રવીન્દ્ર બારીયા ખુબ સુંદર રીતે માહિતી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં અપહરણ બળાત્કાર જેવા ઘણા બધા કેસો નોંધાયા છે.સ્ત્રી અને બાળકો ના કાયદા ખુબ અત્યંત ઉપયોગી છે જેની ઝીણવટ પૂર્વક માહિતી આપી હતી.
POCSO એક્ટ શું છે? – POCSO એક્ટનું પૂરું નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે. તેને ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ પ્રોટેક્શન એક્ટ પણ કહેવામાં આવે છે. આ કાયદો 2012માં લાવવામાં આવ્યો હતો. તેની રજૂઆતનું સૌથી મોટું કારણ જાતીય સતામણીના કેસોમાં સગીર છોકરીઓને રક્ષણ પૂરું પાડવાનું હતું.
આ કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને છોકરીઓ બંનેને લાગુ પડે છે. POCSO હેઠળ દોષિત ઠરે તો કડક સજાની જોગવાઈ પણ છે. અગાઉ ફાંસીની સજાની જોગવાઈ ન હતી, પરંતુ બાદમાં આ કાયદામાં આજીવન કેદ જેવી સજા પણ ઉમેરવામાં આવી. ચાલો હવે POCSO એક્ટ હેઠળ આપવામાં આવતી કેટલીક અન્ય સજાઓ વિશે જાણીએ.
POCSO એક્ટમાં સજાની જોગવાઈ શું છે? – POCSO એક્ટમાં વિવિધ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં ગુનેગારને 20 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ સિવાય દંડ પણ ભરવો પડી શકે છે.
આ બધા કાયદા નું વિશિષ્ટ જ્ઞાન એડવોકેટ રવીન્દ્ર બારીયા દ્વારા આપવામાં આવ્યું હતું.