Chhota Udepur
ચરિત્ર ઉપર શંકાના આધારે પોલીસ પતિએ કંડક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીની કરી હત્યા

પ્રતિનિધિ, કાજર બારીયા/પ્રિતમ કનોજિયા
ભરચક વિસ્તારમાં રક્ષક ક જ ભક્ષક બન્યો પોતાની પત્ની કંડકટર તરીકે બોડેલી એસ ટી ડેપો માં ત્રણ ચાર મહિનાથી ફરજ બજાવતી હતી આડા સબંધ ની શંકા રાખી હત્યા કર્યુ હોવાનું અનુમાન …. અજાણ પત્નીને ક્યાં ખબર હતી કે એક દિવસ મારો પતિ અમૃત હત્યારો બની મારી હત્યા કરશે પ્રાપ્ત મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કંડા ગામના રહેવાસી અમૃતભાઈ છેલ્લા લાંબા સમયથી સુરત ખાતે પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમના પત્ની મંગુબેન રાઠવા બોડેલી એસટી ડેપો માં છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી એસટી વિભાગમાં ફરજ બતાવતા હતા
ત્યારે દરરોજની જેમ મંગુબેન પોતાની ફરજ દરમિયાન બોડેલી એસટી ડેપો માંથી ફરજ ઉપર હાજર થઈ બોડેલી થી પાવીજેતપુર બસ અને પાવીજેતપુર થી ભીખાપુરા લોકલ બસમાં પોતાના ફરજ ઉપર હતા ત્યારે સુરત ખાતે પોલીસમાં ફરજ બતાવતા પોતાના પતિ અમૃતભાઈ રાઠવા સુરત ખાતેથી રજા ઉપર ઉતરી પોતાના વતન કંડા ખાતે આવ્યા હતા ત્યારે પોતાના પત્ની ઉપર ચારિત્ર ની શંકા રાખી પોતાના પત્ની ભીખાપુરા આવે તેની રાહ જોઈને પોતાના શરીરમાં સેતાન સવાર થયો હોય અને જેવી બસ 3:30 વાગે ભીખાપુરા બસ સ્ટેન્ડ ખાતે પહોંચતાની સાથે પોતાના ઈરાદાને પાર પાડવા બસની અંદર એકા એક ચડી જઈને પોતાની પત્ની કંડકટર સીટ ઉપર બેઠી હતી ત્યાં જ એકાએક ગળાના ભાગ ઉપર ચાપરી ચપ્પુના ઘા મારીને ઘટના સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ કદવાલ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યારા પોલીસ કર્મચારીની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.