International
મેક્સિકો સિટીમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ આટલી હતી તીવ્રતા
ગુરુવારે મોડી રાત્રે મેક્સિકો સિટીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપથી મેક્સિકો સિટીની ઇમારતો હચમચી ઉઠી હતી. લોકો ઈમારતોની બહાર દોડીને રસ્તાઓ પર એકઠા થતા જોવા મળ્યા હતા. સમગ્ર રાજધાનીમાં ભૂકંપના એલાર્મ વાગવા લાગ્યા. હાલ કોઈ પણ પ્રકારના નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી.
યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 2.03 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર પુએબ્લા રાજ્યમાં મેક્સિકો સિટીથી લગભગ 200 કિલોમીટર દક્ષિણમાં હતું. તેની સૌથી વધુ અસર ચિયાતલા દે તાપિયા ગામ નજીક પડી હતી.