Chhota Udepur

છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાના બે લાખ લોકો ભાગ લેશે એમ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે જણાવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વિડીયો કોન્ફરન્સ હોલમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય અંધજન મંડળના પચાસ બાળકો પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા, છોટાઉદેપુર ખાતે યોજાશે. આ ઉપરાંત નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ એસ.બી.સોલંકી વિદ્યામંદિર, સંખેડા તાલુકાનો કાર્યક્રમ ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા, બોડેલી તાલુકાનો કાર્યક્રમ ખત્રી વિદ્યાલય, બોડેલી, પાવીજેતપુર તાલુકાનો કાર્યક્રમ સાર્વજનિક હાઇસ્કૂલ, બોડેલી અને કવાંટ તાલુકાનો જન ઉત્થાન સંસ્થા ભેખડિયા ખાતે યોજાશે.

Advertisement

આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લાના ૭૫ અમૃત સરોવર, છોટાઉદેપુર જીલ્લાના ૭૫ પ્રાકૃતિક ખેતીના સ્થળો પર ખેડૂતો દ્વારા અને નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ બ્રાંચ ખાતે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આઇકોનિક સ્થળો જેવા કે, સુખી કેમ, વાઘસ્થળ ડુંગર, ઝંડ હનુમાન મંદિર, ઇકો ટુરિઝમ કેવડી, નાની અંબાજી નસવાડી, પંચેશ્વર મંદિર, સંખેડા, છોટાઉમર નર્મદા ખાતે મહારાષ્ટ્ર બોર્ડર પર અને છોઢવાણી મંદિરના સંતો દ્વારા યોગ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર કે.ડી.બાગુલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઇ ભીલ, પત્રકારો, જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version