Chhota Udepur
“રાષ્ટ્રીય એકલવ્ય ટીચર્સ એવોર્ડ”મેળવી વાવ પ્રાથમિક શાળાના શિક્ષકે સમાજ નુ ગૌરવ વધાર્યુ

(કાજર બારીયા દ્વારા”અવધ એક્સપ્રેસ”)
પાવીજેતપુર તાલુકાની વાવ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા શિક્ષક છત્રસિંહ રાઠવા ને બાલુગંજ આગરા ઉત્તર પ્રદેશ ખાતે સદભાવના ડે અંતર્ગત યોજાયેલ રાષ્ટ્રીય શિક્ષક પ્રકોસ્ટ માં તેઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા રાષ્ટ્રીય “એકલવ્ય શિક્ષક એવોર્ડ” એનાયત થયો હતો દેશના સમગ્ર રાજ્યોમાંથી પ્રાથમિક, માધ્યમિક, કોલેજ, યુનિવર્સિટીઓ અને વિશ્વવિદ્યાલયોના શિક્ષકો, પ્રાચાર્યો અને આચાર્યોની વિવિધ વિશિષ્ટ કામગીરીને બિરદાવી ગૃહ મંત્રાલય ભારત સરકારના સચિવો, કેબિનેટ મંત્રીઓ,તથા રાજ્યપાલની ઉપસ્થિતિમાં GASSS અને મ્યુચયલ ફંડ ઇન્ડિયાના સહયોગથી એકલવ્ય ટીચર્સ એવોર્ડ આપી પુરુકૃત કર્યા હતા
છત્રસિંહ રાઠવા તેઓની વિશિષ્ટ પ્રકારની શૈક્ષણિક કામગીરી માટે પ્રચલિત છે શિક્ષણના તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટતા સભર પ્રદર્શન એ તેમની લાક્ષણિકતા છે. શિક્ષણમાં નવતર પ્રયોગો, સમાજ સેવા, સમાજ સુધારણા, બાળકોનો સર્વાંગી વિકાસ માં ખેલ મહાકુંભ માં કબડી, ખોખોમાં પ્રદર્શન, તેમની શાળામાં એકવીસ બાળકોને અત્યાર સુધીમાં પ્રતિભાશાળી પ્રમાણપત્રો તથા બંને શિક્ષિકા બહેનોને પ્રતિભાશાળી બનાવાના પ્રેરણાસ્રોત બન્યા છે. આ અગાઉ તેઓને તાલુકા, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ 2022 તથા વર્ષ 2023માં રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકેની દરખાસ્ત જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવેલ હતી તેમણે મહાગુજરાત સાહિત્ય પરિષદ એવોર્ડ, જ્યોતિબા ફૂલે એવોર્ડ, રાષ્ટ્રીય માનવ બ્રેવરી એવોર્ડ તથા તારીખ 26મે ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય માનવ ગૌરવ એવોર્ડ એનાયત થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે પાવીજેતપુર ના છેવાડે અને જંગલ વિસ્તાર થી ઘેરાયેલા નાનકડા ગામની શાળામાં શિક્ષણ ની ધૂણી ધખાવનાર અને બાળકોમાં શિક્ષણ સાથે ઈતર પ્રવુતી કરાવી બાળકોને સમયસર શાળાએ લાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવી આદિવાસી બાળકોને આદિવાસી શિક્ષક તેમનીજ ભાષામાં શિક્ષણ નુ જ્ઞાન આપે સાથે સાથે બાળકોને ચોપડી,નોટબુક ,પેન તથા અન્ય શિક્ષણ ની સામગ્રી લાવા માટે આર્થિક સહાય પણ કરતાં બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણ નુ સિંચન કરતાં આવા શિક્ષકોને કારણે જ આપડા દેશ ના નાના ગામો માથી પ્રતિભાશાળી બાળકોએ આગળ જઈ દેશનું ગૌરવ વધાર્યુ છે
* આદિવાસી સમાજના સેવાભાવી શિક્ષક છત્રસિંહ રાઠવા ને”રાષ્ટ્રીય એકલવ્ય ટીચર્સ એવોર્ડ” એનાયત
* વાવ ગ્રામજનો તથા શાળા બાળકો અને શિક્ષકોએ તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ
* બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણ નુ સિંચન કરતાં છત્રસિંહ રાઠવાએ અનેક એવોર્ડ મેળવ્યા છે
* આદિવાસી બાળકોને આદિવાસી શિક્ષક તેમનીજ ભાષામાં શિક્ષણ નુ જ્ઞાન આપે સાથે સાથે બાળકોને ચોપડી,નોટબુક ,પેન તથા અન્ય શિક્ષણ ની સામગ્રી લાવા માટે આર્થિક સહાય પણ કરતાં
* છત્રસિંહ રાઠવા તેઓની વિશિષ્ટ પ્રકારની શૈક્ષણિક કામગીરી માટે પ્રચલિત છે શિક્ષણના તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટતા સભર પ્રદર્શન એ તેમની લાક્ષણિકતા છે.