Connect with us

Gujarat

હાર્ટ એટેકના કિસ્સા વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન

Published

on

A proactive plan by Surat Civil Hospital amid heart attack cases

સુનિલ ગાંજાવાલા

હાલમાં વધતા રહેલા હાર્ટ એટેકના કિસ્સા વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની એક અલગથી ટીમ ઊભી કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિને ગરબા રમતા હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહેશે. નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની એક અલગથી ટીમ ઊભી કરવામાં આવી છે.

Advertisement

હાલમાં સતત વધી રહેલા હાર્ટએટેકના કેસ વચ્ચે નવરાત્રી આવી રહી છે. નવરાત્રી દરમિયાન પણ અનેક કિસ્સા સામે આવ્યા છે.જેમાં ગરબે રમતા રમતા યુવાનો ઢળી પડ્યા છે. અથવા તો હાર્ટ એટેક આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈપણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

A proactive plan by Surat Civil Hospital amid heart attack cases

જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં એક અલગથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે રાત્રિ દરમિયાન અને સિવિલ હોસ્પિટલમાં તૈનાત રહેશે. તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સીની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. જેમાં ઇસીજી મશીન સહિત તમામ મશીનરીઓ ચલાવી દર્દીને બચાવી શકાય તે માટેની તમામ ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફને પણ આપી દેવામાં આવી છે.

Advertisement

હાલમાં સતત વધી રહેલા હાર્ટએટેકના કેસ વચ્ચે નવરાત્રી આવી રહી છે. ત્યારે નવરાત્રી દરમિયાન પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલાક લોકો ગરબે રમતા રમતા યુવાનો ઢળી પડ્યા છે.અથવા તો હાર્ટ એટેક આવ્યા છે. ત્યારે સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈપણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.સુરત સિવિલ હોસ્પિટલમાં એક અલગથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈયાર કરવામાં આવી છે. જે રાત્રિ દરમિયાન અને સિવિલ હોસ્પિટલમાં તૈનાત રહેશે. તમામ સ્ટાફને મેડિકલ ઇમરજન્સી ની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. જેમાં ઇસીજી મશીન સહિત તમામ મશીનરીઓ ચલાવી દર્દીને બચાવી શકાય તે માટેની તમામ ટ્રેનિંગ નર્સિંગ સ્ટાફને પણ આપી દેવામાં આવી છે. આમ સુરત શહેરમાં નવરાત્રી દરમિયાન ગરબે રમતા રમતા કોઈપણ ને હાર્ટ એટેક આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તંત્ર સજાગ બની અને આગોતરું આયોજન કરી દીધું છે.

Advertisement
error: Content is protected !!