Gujarat
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ઘોઘંબા તાલુકાના શેરપુરા ખાતે કાર્યક્રમ યોજાયો
૩૭૬ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તથા ૦૬ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ખેતીવાડી,આરોગ્ય વિભાગ,ગ્રામ વિકાસ,મિશન મંગલમ,આઈ.સી.ડી.એસ,પી.એમ ઉજ્જવલા યોજના અંતર્ગત સ્ટોલ લગાવીને કુલ ૩૮૯ લોકોને લાભાન્વિત કરાયા હતા.જેમાં ૩૭૬ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી જ્યારે ૦૬ લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ રાઠવા,ઘોઘંબા એ.પી.એમ.સીના ચેરમેન ઝવરસિંહ બારીયા,જિલ્લા આયોજન અધિકારી,તાલુકા વિકાસ અધિકારી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.