Connect with us

Gujarat

થર્મલ ખાતે પ્રજ્ઞાચક્ષુ ઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજાયો

Published

on

a-program-was-held-at-thermal-to-encourage-the-prajnachakshu

ટીમ્બાના મુવાડા થર્મલ ખાતે ગાયત્રી નગરમાં લુઇસ બ્રેઈલ ડે તારીખ 4 થી જાન્યુઆરી પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પીન્ટુભાઇ દ્વારા આયોજીત સુંદરમ આર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાલિયા તથા જય અંબે ડાન્સ ગ્રુપ થર્મલ ગાયત્રી નગર દ્વારા પ્રજ્ઞાચક્ષુ ઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ઠાસરા વિધાનસભા ના ધારાસભ્ય યોગેશ ભાઈ પરમાર (બકાભાઈ ) તથા પ્રભુ ભાઈ દેસાઈ, હરિપ્રિયા મેડમ, વિનુભાઈ પટેલ, નમ્રતા બેન પટેલ, પ્રજ્ઞાચક્ષુ તારક લુહાર (સેક્રેટરી નંબર ગુજરાત)સંજય ભાઈ ચાવડા ( સુરત )જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

a-program-was-held-at-thermal-to-encourage-the-prajnachakshu

પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનો દ્વારા ડાન્સ, સિંગિંગ, મિમિક્રી જેવા વિવિધ કાર્યક્રમ કરેલ હતા. ગોધરા ના પ્રજ્ઞાચક્ષુ હેપી દેસાઈ ગીત રજુ કરી લોકો ને મંત્રમુગ્ધ કરેલ હતા.વિવિધ સ્થાને થી મોટી સંખ્યા માં પ્રજ્ઞાચક્ષુ ઓ, અને જય અંબે ગ્રુપ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધીરજ ભાઈ વાળંદ દ્વારા દરેક પ્રજ્ઞાચક્ષુ ઓને ગરમ ધાબળા નું વિતરણ કરાયુ હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે હરિપ્રિયા મેડમ, વિશાલભાઈ શર્મા, તથા રાજુભાઈ શાહે દાન આપી પ્રજ્ઞાચક્ષુ ઓને પ્રોત્સાહિત કર્યા હતા

Advertisement

(પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા).

Advertisement
error: Content is protected !!