Connect with us

Chhota Udepur

મોટીસઢલી મોડેલ ડે સ્કુલ ખાતે રાષ્ટ્રિય હિન્દી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Published

on

A program was held on the occasion of National Hindi Day at Motisadhli Model Day School

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

મોટીસઢલી મોડેલ ડે સ્કુલ ખાતે ૧૪ સપ્ટેમ્બરનાં રોજ હિન્દી દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, શાળામાં વિવિધ સ્પર્ધાઓ જેમકે બાળ સાહિત્ય સર્જન, કાવ્ય લેખન, નિબંધ સ્પર્ધા, કાવ્ય ગાન સ્પર્ધા, વકતૃત્વ જેવી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હિન્દી દિવસ નિમીતે મોડેલ ડે સ્કુલ મોટીસઢલી શાળાના મુખ્ય શિક્ષક અરવિંદભાઇ બી રાઠવા દ્વારા વિશેષમાં જણાવ્યુ હતું કે, ભારત માં દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરીને આપણે આપણી રાષ્ટ્રભાષા હિન્દીના મહત્વને યાદ કરીએ છીએ અને તેને પ્રોત્સાહન આપવાનો સંકેત આપીએ છીએ. હિન્દી એ ભારતની સત્તાવાર અને સામાજિક સંદેશા વ્યવહારની ભાષા છે તેમજ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ભારતમાં હિન્દી દિવસની ઉજવણી આઝાદી પછી શરૂ થઈ. જો કે આ દિવસનો પાયો સ્વતંત્રતા દિવસ પહેલા ૧૯૪૬ માં નાખવામાં આવ્યો હતો. તે વર્ષે, ૧૪ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત, બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી.

Advertisement

A program was held on the occasion of National Hindi Day at Motisadhli Model Day School

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુની સરકારની રચના પછી, ૧૪ સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને પ્રથમ સત્તાવાર હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૩ ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારત અનેક શાહી ભાષાઓ અને લિપિઓથી સમૃદ્ધ દેશ છે. અહીં ઘણી ભાષાઓ બોલાય છે. હિન્દી ભાષા અડધાથી વધુ દેશને જોડે છે. અંગ્રેજીનો વ્યાપ વધ્યો હોવા છતાં, હિન્દી એ મોટાભાગના ભારતીયોની માતૃભાષા છે.

આજનાં દિન નિમીતે મોડેલ ડે સ્કુલ મોટીસઢલી શાળાનાં હિન્દી વિષયનાં શિક્ષિકા બહેન ચંપાબેન જી રાઠવા દ્વારા પણ માહિતી આપતા તેઓ વિશેષમાં જણાવ્યું હતું કે, હિન્દી ભાષા વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક છે. હિન્દીને ભારતની ઓળખ તરીકે પણ જોઈ શકાય છે. જો કે, હિન્દી ભાષા ભારત સહિત અન્ય ઘણા દેશોમાં બોલાય છે. હિન્દી ભાષા વિદેશમાં રહેતા ભારતીયોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. હિન્દીની ભૂમિકા અને મહત્વ ઘણું ઊંડું છે. આ કારણોસર વર્ષમાં બે વાર હિન્દી દિવસ ઉજવવામાં આવે છે, પ્રથમ જાન્યુઆરી મહિનામાં અને બીજી સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં હિન્દી દિવસ માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ શાળામાં આખો દિવસ હિન્દી ભાષામાં જ વાત કરવાની એવી શાળાના શિક્ષકો ધ્વારા પહેલ કરાય હતી. ત્યારબાદ શિક્ષિકા બહેન પાયલબેન સી.રાઠવા ધ્વારા વિવિધ સ્પર્ધાઓ માંથી ૧,૨,૩ નંબર પણ જાહેર કરવમાં આવ્યા હતાં.

Advertisement
error: Content is protected !!