Chhota Udepur
પાવી જેતપુર તાલુકાના કોલીયારી ૧ પ્રાથમિક શાળામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કોલીયારી પ્રાથમિક શાળામાં પાવીજેતપુર તાલુકા નું બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ શાળાના અને આજુબાજુથી આવેલા અન્ય શાળાના વિદ્યાર્થી બાળકો સહિત આચાર્યો સી.આર.સી અને શિક્ષકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે શિક્ષક એક ગુરુ છે અને બાળક એક આપણા દેશનું ભવિષ્ય છે. બાળકની અંદર રહેલી કળા ને બહાર લાવવા એક શિક્ષક જ આ કામ કરી શકે છે.
વધુમાં જણાવતા કહ્યું હતું કે હુ પણ હું પણ નાનામાં નાની શાળામાં અભ્યાસ કરી હું ધારાસભ્ય લેવલ પર આવ્યો છું. અને મને વિશ્વાસ પણ નથી કે હું ધારાસભ્ય છું. એટલા માટે શિક્ષક એક ગુરુ સમાન છે.અને શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ કલેકટર પીએસઆઇ મામલતદાર વકીલ બનીને દેશનું ભવિષ્ય બનાવવામાં નીકળે છે.
આમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું ત્યારબાદ રીબીન કાપીને શાળામાં પ્રવેશ કરી શાળાના નાના નાના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક ટેકનિકલ વિશે જણાવ્યું હતું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં ઇન્ફર્મેશન ટેકનોલોજી અને વૈશ્વિકરણના આ યુગમાં તમામ ક્ષેત્રે ક્રાંતિકારી પરિર્વતન થઈ રહ્યા છે. જેમા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ કેન્દ્ર સ્થાને છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જેવી કે સર્જનાત્મકતા, કાર્યશીલતા અને વિજ્ઞાનને લગતી બાબતોમાં વિવિધ ક્ષેત્રોનાં કૌશલ્યોનો વિકાસ થાય તે માટે આજરોજ કવાંટ તાલુકાની ભેખડિયા પ્રાથમિક શાળા માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું
આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળ-વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા નો મોકો મળ્યો. હોય છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ આયોજન કોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પાવી જેતપુર એપીએમસી ના ચેરમેન મયુર પટેલ, પાવીજેતપુર તાલુકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ યોગેશ રાઠવા, વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.