Gujarat

પ્રાકૃતિક ખેતી થકી કાલોલ તાલુકાનો પ્રગતિશીલ ખેડૂત થયો માલામાલ

Published

on

આપણું જીવન, આપણું આરોગ્ય, આપણા સમાજનો સૌથી મોટો આધાર આપણી કૃષિ વ્યવસ્થા છે. આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન એવું મન. ભારત તો સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ જ રહ્યો છે. તેથી જ જેમ જેમ આપણો ખેડૂત આગળ વધશે, જેમ જેમ આપણી ખેતી ઉન્નત અને સમૃદ્ધ થશે તેમ તેમ આપણો દેશ આગળ ધપશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તો પ્રાકૃતિક ખેતીને આર્થિક સફળતાનો માર્ગ કહેવાની સાથે સાથે સેવાનું એક મોટું માધ્યમ પણ ગણાવ્યું છે.

પ્રાકૃતિક ખેતીના લાભો અને મહત્વથી આજે સૌ કોઈ પરિચિત છે. પરંતુ, તમે જ્યારે કાલોલ તાલુકાના આથમણા ગામના પ્રગતિશીલ ખેડૂત નરવતસિંહ ચૌહાણનો પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો પ્રતિભાવ અને અભિપ્રાય સાંભળશો તો વધારે સારી રીતે સમજી શકશો. છેલ્લા ચાર વર્ષથી નરવતસિંહ પ્રાકૃતિક ખેતી થકી ઓછામાં ઓછો આઠ ગણો નફો મેળવે છે. એટલે કે, નરવતસિંહ માટે તો પ્રાકૃતિક ખેતીએ આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી નાખ્યા છે.

Advertisement

નરવતસિંહ આમ જ પ્રાકૃતિક ખેતીના પ્રશંસક નથી, તેઓ પોતાની ચાર વિઘા જમીનમાં વર્ષ-૨૦૨૦ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. પર્યાવરણ અને પોતાનું સ્વાસ્થ્ય બગાડવાની સાથે સાથે તેઓ વધારે ખર્ચથી હેરાન થતા હતા. આત્મા પ્રોજ્ક્ટના અધિકારીઓ થકી તેમણે પ્રાકૃતિક કૃષિ માટે યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળી અને પછી શું ! નરવતસિંહે પ્રકૃતિ અને માનવજાતની સેવા માટે સંકલ્પ લીધો અને છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ થકી જળ, જમીન, પર્યાવરણની સુરક્ષા અને જન આરોગ્યની સુખાકારીના ભગીરથ કાર્યો ઉપરાંત આર્થિક વિકાસ તરફ દોટ મૂકી છે.

હાલ નરવતસિંહના ખેતરમાં મગફળી, બાજરી અને મગનો પાક લહેરાઈ રહ્યો છે. રાસાયણિક ખેતીને ત્યજીને પ્રાકૃતિક કૃષિના પ્રશંસક બનેલા નરવતસિંહ જણાવે છે કે, હું જ્યારે રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે એક એકર દીઠ રૂ. ૨૦ હજારનો ખર્ચ થતો હતો. જ્યારે હવે માત્ર બે થી ત્રણ હજાર રૂપિયાનો જ ખર્ચ થાય છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા, ધરતીમાતાની સેવા, જન આરોગ્યની સુખાકારી, આર્થિક સમૃદ્ધિ જેવા અનેક લાભો છે.

Advertisement

જેટલા પણ લાભો ગણાવો એટલા ઓછા છે અને માઈનસ પોઈન્ટ એક પણ નહીં. તેમણે અન્ય ખેડૂતોને પણ ઓછો પાક, ઓછો નફો અને વધારે સમય જેવા ભ્રમ અને મિથ્યા ડરથી બહાર નીકળીને ‘બેક ટુ નેચર’નો મંત્ર આપ્યો છે તેમજ કુદરતી ખેતી સિવાય કોઈ વિકલ્પ જ નથી, તેમ મક્કમતાથી જણાવીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે. આથમણા ગામના નરવતસિંહ ચૌહાણ એ તમામ ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત છે, જેઓ માનવજાતની સેવા સાથે પોતાની આર્થિક ઉન્નતિના દ્વાર ખોલવા ઉત્સુક છે.

Advertisement

Trending

Exit mobile version