Chhota Udepur
રેતી ભરીને બેફામ ચાલતા ટ્રેક્ટરે મંડલવા પાસે બાઈક ને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું મોત

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકાના મંડલવા પાસે આજે સવારના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં કુંડલ થી છોટાઉદેપુર બાઇક લઈને જતા એક યુવાનને રેતી ભરેલા ટ્રેક્ટરે ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કુંડલ ગામના સંજયભાઈ રમણભાઈ રાઠવા કામ અર્થે છોટાઉદેપુર જઈ રહ્યા હતા તે દરમિયાન મંડલવા પાસે મોટા અવાજે ગીતો વગાડતો બેફામ સ્પીડ માં આવતા ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી હતી
અકસ્માત નો અવાજ સાંભળી રાહદારી તથા ગ્રામજનો બનાવના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતના પગલે કુંડલ ગામમાં શોક નું વાતાવરણ છવાયું હતું. છોટાઉદેપુર પંથકમાં ચાલતા રેતીના કારોબારને લઈ રોયલ્ટી વિના રેતી વહન કરતાં વાહન બેફામ પણે દોડે છે જેનાં કારણે આ વિસ્તારમાં છાસવારે અકસ્માતના બનાવો બને છે. તંત્ર દ્વારા રેતી માફીયાઓ સામે કડક કાર્યવાહી કરી અકસ્માતને અટકાવવા જોઈએ તેવી માગ પંથકના લોકો કરી રહ્યા છે