Panchmahal
હાલોલ માં પોલીસ વડા ની હાજરી માં લોક દરબાર યોજાયો

હાલોલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને હાલોલ આવેલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીનું પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું . બાદમાં હાલોલ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ વિસ્તારના પત્રકારો અને વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા વિવિધ પ્રશ્નો ની રજૂઆતો કરવામાં આવી હતી
કંજરી ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ મુકવા અંગેની રજૂઆત કરવામાં આવતા dysp રાઠોડે જણાવ્યું હતું કે અત્યાર સુધી જીઆરડી અને હોમગાર્ડ ને ટ્રાફિક કંટ્રોલ માટે મૂકવામાં આવતા હતા પરંતુ હવેથી એક ટ્રાફિક પોલીસને પણ નિયુક્તિ આપવામાં આવશે આ ઉપરાંત હાલોલ નગર વિસ્તારમાં વસ્તીનો વધારો થવા છતાં પણ મહેકમ પ્રમાણેનું સ્ટાફ નથી જેને લઈને ક્રાઈમમાં પણ વધારો થયો છે આ ઉપરાંત તપાસમાં મદદરૂપ થાય તે માટે હાલોલ ના ભરચક વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ રીંકી ચોકડી બોમ્બે હાઉસ જ્યોતિ સર્કલ તથા ગામના વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી
તમામ રજૂઆતો અંગેના જવાબમાં ડીવાયએસપી ,ડીએસપી તથા પીએસઆઇ કેતન ચૌધરી દ્વારા પ્રશ્નોના નિકાલ માટેની હૈયાધારના આપવામાં આવી હતી અંતમાં કેતન ચૌધરી દ્વારા આભાર વિધિ કરી લોક દરબારને પૂર્ણ કરવામાં આવ્યો હતો