Connect with us

Gujarat

પરોલી હાલોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે અજગરનું મોત રસ્તો ઓળંગવા જતો અજગર ગાડી નીચે આવી ગયો

Published

on

પરોલી હાલોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે અજગરનું મોત રસ્તો ઓળંગવા જતો અજગર ગાડી  નીચે આવી ગયો

ઘોઘંબા તાલુકાના પરોલી ગામે હાલોલ રોડ ઉપર આજે સવારે એક અજગર રોડ ઉપર મૃત હાલતમાં મળી આવ્યો હતો રોડ ક્રોસ કરી રહેલા અજગરને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા ઘટના સ્થળે મોત નીપજયું હતું. રસ્તા વચ્ચે પડેલા અજગરને ગામલોકોએ સાઈડમાં ખસેડી દીધો હતો મરેલા અજગરને જોવા લોકોટોળા ઉમટ્યા હતા.

Advertisement

આજરોજ સવારના અરસામાં અંદાજિત ૧૦ ફૂટ લાંબો અજગર રોડ ઓળંગી એક છેડે થી બીજા છેડે જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અજગર ઉપર ગાડી ચડાવી દેતા અજગરનું ઘટના સ્થળે  મૃત્યુ થયું હતું ગ્રામજનો એ જ્યારે આ જોયું તો અજગરને રોડની સાઈડમાં ખસેડી વાહન ચાલકો માટે રોડ ખુલ્લો કર્યો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!