Gujarat
મઠ ગમીરપુરા ગામેથી અજગર ઝડપાયો નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોએ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો
ઘોઘંબા તાલુકાના મઠ ગમીરપુરા ગામે ઘાસ લેવા ગયેલી મહિલાએ ખેતરમાં અજગર ને જોતા બુમરાણ મચાવી દોડતી ઘરે આવી પરિવારજનોને અજગર વિશે જણાવતા પરિવારજનો એ નેચરલ સેવીંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા સંસ્થાના યુવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અજગરનો રેસક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડયો હતો રેસક્યુ દરમિયાન ગ્રામજનોના ધાડેધાડા ઉમટી પડ્યા હતા
મઠ ગંમીરપુરા ગામે રહેતા અર્જુનસિંહ પરમાર ના ખેતરમાં મોટો અજગર હોવાનું ઘાસ કાપતી મહિલાએ નજરે જોતા મહિલા ગભરાઈ ને બૂમાબૂમ કરી ઘરે જઈ અજગર હોવાની વાત જણાવતા અર્જુનસિંહ પરમારે નેચરલ સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કોલ કરી આ બાબતની જાણ કરતા ફાઉન્ડેશનની ટીમના નિલેશ બારીયા, વિજય ચૌહાણ અને કાર્તિક રાઠોડ સેફ્ટી સાધનો લઈ અજગરનો રેસક્યુ હાથ ધર્યો હતો અંદાજે 10 ફૂટ અને 20 કિલો વજનના અજગર નો રેસક્યુ કર્યા બાદ વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં સુરક્ષિત રીતે ખરોડના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો. અજગર ને જોવા માટે મઠ ગમીરપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા