Dahod

સંજેલી તાલુકાના જુસ્સા ગામે વન વિભાગ ની રેડ સાગી લાકડાનો જથ્થો ઝડપાયો

Published

on

  • રંધા મશીન સાગી લાકડા સાઈજો તેમજ કટીંગ કરેલા વૃક્ષો કબજે કરાયા.
  • વૃક્ષો તેમજ સાઈઝો માલકીના છે કે જંગલના વગર પરવાનગી છે કે તે બાબતની વધુ તપાસ હાથ ધરી.

સંજેલી તાલુકાના જુસ્સા મુકામે ગેરકાયદેસર રંધા મશીન તેમજ સાગીના સાઈઝ અને કાપેલું વૃક્ષ જોઈ વન વિભાગ અધિકારી ચોકી ઉઠ્યા હતા.સંજેલી તાલુકાના જુસ્સા ગામે સબ સેન્ટર નજીક મકાનમાં ગેરકાયદેસર સાગીના વૃક્ષો કાપી અને રંધા મશીનમાં સાઈઝની કામગીરી કરતા હોવાની મળેલી બાતમીના આધારે વન વિભાગે રેડ પાડી અને મુદ્દા માલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. સંજેલી તાલુકાના જુસ્સા ખાતે આવેલા સબ સેન્ટર નજીક રહેતા રાવત રમેશભાઈ પુનાભાઈ ના મકાનમાં રંધા મશીન રાખી અને વગર પરવાનગીના વૃક્ષો કાપી અને સાઈઝ જેવી વિવિધ કામગીરી કરતા હોવાની સંજેલી RFO માલીવાડને મળેલી બાતમી ના આધારે સંજેલીના જુસ્સા ગામે સ્ટાફ સાથે રાત્રી સમયે રેડ કરી હતી.

રેડ કરતા વન વિભાગની ગાડી જોઈને આરોપી ફરાર થઈ ગયો હતો. રંધા મશીન તેમજ સાગીના સાઈઝ અને કાપેલા વૃક્ષો જોઈ અધિકારી ચોકી ઉઠ્યા હતા. તાત્કાલિક આસપાસ માંથી પ્રાઇવેટ વાહનો મંગાવી અને રંધા મશીન તેમજ સાઈઝ અને કાપેલા વૃક્ષ વાહનમાં ભરી લઈ સંજેલી વન વિભાગ ખાતે લાવી અને મળી આવેલા સાગીના વૃક્ષો તેમજ માલકીના છે કે જંગલના તેમજ વગર પરવાનગીએ આપવામાં આવેલા છે તે બાબતની વધુ તપાસ હાથ ધરી છે..

Advertisement

Trending

Exit mobile version