Gujarat
સેવાલીયા પંથકમા હડકાયેલા શ્વાને એક ડઝન થી વધુ લોકો ઉપર હુમલો કર્યો

રીઝવાન દરિયાઈ
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલીયા ખાતેના સ્ટેશન વિસ્તાર સહિત ના કેટલાક વિસ્તારમાં રખડતું શ્વાન હડકાયેલું થતા અત્યાર સુધી લગભગ ૧૫ થી વધુ ગ્રામજનો તેમજ રાહદારીઓને બચકા ભરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સમગ્ર પંથક માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકો દ્વારા આ શ્વાનને ભગાડી દેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી મુજબ સેવાલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન નો પુરતો સ્ટોક કરી દેવાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
રખડતું શ્વાન હડકાયેલું હોવાથી બચકો ભર્યો મંગળભાઈ પરમાર ને