Connect with us

Gujarat

સંતરામપુર શહેર તાલુકામાં બોગસ ડિગ્રીધારી તબીબો નો રાફડો; આવા આરોગ્ય તંત્ર ચૂપ

Published

on

a-raft-of-doctors-with-bogus-degrees-in-santrampur-city-taluka-such-a-health-system-is-silent

સંતરામપુર શહેર તાલુકામાં બોગસ ડિગ્રીધારી તબીબો નો રાફડો ફાટી નિકળેલ છે. મહીસાગર આરોગ્ય તંત્ર ને સંતરામપુર આરોગ્ય તંત્ર આવા લે – ભાગુ તબીબો સામે લાલ આંખ કરવામાં પીછે-હથ કરતાં હોવાની ચર્ચા પંથક માં ફેલાવા પામી છે સંતરામપુર તાલુકામાં ડગલે ને પગલે લે – ભાગુ અને બોગસ ડિગ્રીધારી તબીબો ગરીબ અને નાસમજ દર્દીઓની સારવાર નાં બહાને મન ફાવે તેમ તેઓને લુંટી રહ્યા હોવાની લોક ફરિયાદો ઉઠી છે. આવો જ એક ઝોલાછાપ તબીબ છેક બાલાસિનોર થી સંતરામપુર આવતાં હોય છે. અને આ ઝોલાછાપ તબીબ પાસે એલોપેથી ડિગ્રી ન હોવા છતાં અબુધ દર્દીની સારવાર કરીને લોકોના જીવ જોખમ માં મૂકી રહ્યો છે

a-raft-of-doctors-with-bogus-degrees-in-santrampur-city-taluka-such-a-health-system-is-silent

તાજેતરમાં આ ઝોલાછાપ તબીબ નાં ત્યાં સારવાર માટે આવેલ હિરાપુર નજીક નાં એક યુવક ને દવાનો ઓવર-ડોઝ આપી દેતાં તેની તબિયત વધુ બગાડતાં તાત્કાલીક આ યુવક ને અમદાવાદ સારવાર માટે ખસેડવાની ફરજ પડેલ છે. બાલાસિનોર થી વૈભવી કાર માં સંતરામપુર અપડાઉન કરતાં આ ઝોલાછાપ તબીબ ગરીબ આદિવાસી ઓની સારવાર કરી તેમના જીવ જોખમી રહ્યો છે સંતરામપુર નગરના હાર્દ – સમા વિસ્તારમાં ભાડે રાખીને ત્રીસ હજાર ભાડે થી હાટડી ધમધમાવી રહ્યો હોવાની ચર્ચાય છે.

Advertisement

આ ઝોલાછાપ તબીબ નાં પુત્ર એ ગોધરા માં દવાખાનું થોડા – સમય પુર્વ શરૂ કરેલ હતું ત્યાં સારવાર કરવાની બીનઆવડત નાં કારણે એક મહિલાનું મોત થતાં તબીબનાં પુત્ર દવાખાનું બંધ કરવું પડ્યું હતું
બાલાસિનોર નો આ તબીબ સંતરામપુર માં પોતાનાં દવાખાનાં માં કોઈ નિર્દોષ દર્દી નો જીવ લે તે પહેલાં મહીસાગર આરોગ્ય તંત્ર ને સંતરામપુર આરોગ્ય તંત્ર તેમજ સરકાર નું ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી આ ઝોલાછાપ તબીબ નું ક્લિનિક બંધ કરાવી તેની સામે પગલા ભરે તેવી ચર્ચા સંતરામપૂર પંથક મા ઉઠવા પામી છે

અહેવાલ -સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement
error: Content is protected !!