Panchmahal
હાલોલની કલરવ શાળામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધા યોજાઈ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
આજ રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ. આજ ના રાખડી સ્પર્ધામાં ધોરણ 5 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માદયમ ના 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓએ રંગબેરંગી, આકર્ષક અને મનમોહક રાખડીયો બનાવીને બધાને આકર્ષિત કર્યા હતા. આ સ્પર્ધાઓ યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર અને તહેવારોનું મહત્વ સમજાય આત્મવિશ્વાસ કેળવાય અને તેમના માં રહેલી જ્ઞાનશક્તિ બહાર આવે .
રાખડી સ્પર્ધામાં સૌથી સારી રાખડી બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ વિજેતા બનનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા અને આવી દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કર્યા. હતા