Ahmedabad
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષોલ્લાસની રેલી યોજાઇ….

અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત મણિનગર વિસ્તારમાં હર્ષોલ્લાસ રેલી રાખવામાં આવી હતી.
તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પધરાવીને એક સુવર્ણ રથ રાખવામાં આવ્યો હતો તથા વેશભૂષાવાળા બાળકો માટે મોટા વાહન ઉપર શ્રી રામચંદ્રજી ભગવાનના ત્રણ બાજુ મૂર્તિ પધરાવીને તૈયાર કરવામાં આવ્યું હતું.
તે સાથે રામ ભજન અને ધૂન વગાડતો ડીજે પણ રાખવામાં આવ્યો હતો.
આમાં શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના ૮૫૦ ઉપરાંત બાળકો જોડાયા હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ આ શોભાયાત્રાને વિદાય આપવા માટે ઉપસ્થિત રહીને લીલી જંડી આપી હતી.
આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.