Chhota Udepur
કવાંટમાં યોજાનાર વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં પીપૂડાં વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી યુવાનોની રજૂઆત.
પ્રતિનિધિ, કાજર બારીયા
કવાંટ ખાતે યોજાનાર વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં પીપૂડાં વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી આદિવાસી યુવા સંગઠને કવાંટ મામલતદાર ને લેખીત માં રજૂઆત કરી હતી તેમાં જણાવાયું કે વર્ષો થી ભરાતા વિશ્વ વિખ્યાત ગેરના મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ભારતભરમાં થી તેમજ વિદેશી પર્યટકો પણ ખુબ મોટી સંખ્યામા ગેરનો મેળો મહાલવા આવતા હોય છે ગેરનો મેળો અહિં નાં આદિવાસીઓ માટે આદિવાસી સમાજ ની ઓળખ સમાન સંસ્કૃતિ અને કલાઓ આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ ને પારંપરિક આદિવાસી વાજિંત્રો સાથે વૈવિધ્ય સભર જીવન શૈલી ને ઉજાગર કરતો છોટાઉદેપુર વિસ્તાર નો એક માત્ર મેળો છે, ગેરના મેળામાં કેટલાક વર્ષોથી ગેરના મેળામાં પીપૂડાંનાં બેફામ વેચાણનાં કારણે અવાજનું ખુબ જ ખરાબ રીતે પ્રદૂષણ ઉભુ થાય છે
અને અહિંના આદિવાસીઓનું ઘેર નૃત્ર્ય કે જે મોટલા ઢોલ, વાંહળી અને ઘૂઘરા નાં તાલે એકદમ તાલબદ્ધ રીતે મનમોહક અને આકર્ષક બનતું હોય છે પરંતુ આવા અવાજનું પ્રદૂષણ ઉભુ કરતા પીપૂડાનાં કારણે ઘેરીયા નૃત્યનો અવાજ દબાય જાય છે અને જે લોકો દેશપરદેશ થી ખાસ આ ઘેરૈયાનાં નૃત્યને નિહાળવા માટે આવે છે તે અંતે નિરાશ થઇ ને જતા હોય છે તો આદિવાસી યુવા સંગઠનના યુવાનોની રજૂઆત અને માંગ છે કે ગેરના મેળાની મુળભુત ઓળખ ટકી રહે અને આદિવાસી વાજિંત્રોનો અવાજ ન દબાય તે માટે ગેરના મેળામાં વેપારીઓ કે ફેરીયાઓ દ્વારા વેચવામાં આવતા પીપુડા કવાંટ માં વેચવા પર સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ સાથે ચંદ્ર વદન રાઠવા સહિતનાં યુવાનો મામલતદારને લેખીત માં આવેદનપત્ર આપ્યું હતું.