Gujarat
જુના પસ્તીમાં આપવાને બદલે અન્ય વિધાર્થીને મદદ રૂપ થાય તેવો અનુરોધ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
વ્હાલા વિદ્યાર્થીઓ એન્યુઅલ એક્ઝામનું પરિણામ આવ્યું સફળ વિદ્યાર્થીઓને અભિનંદન અને જેઓને પુનઃ પરીક્ષા આપવાની હોય તેઓને બેસ્ટ ઓફ લક સાથે સફળ વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તમારા ગયા વર્ષના બુક્સ ગાઈડ વગેરે અગત્યના દસ્તાવેજો પસ્તીમાં આપવાને બદલે જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને આપવા માટેનો અનુરોધ છે પસ્તીમાં વેચાતા માત્ર 35 કે 36 રૂપિયા કિલોના ભાવે વેચાણ થશે જ્યારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આ બુકસ આપવામાં આવશે તો તે વિદ્યાર્થીના 10 થી 12 હજાર રૂપિયાની બચત થશે.
બચત થયેલા એ રૂપિયા માંથી એ વિદ્યાર્થી આખા વર્ષની સ્કૂલની ફી ભરશે તથા સ્કૂલ ડ્રેસ શૂઝ વગેરે અન્ય વસ્તુઓ તે ખરીદી શકશે તમારા દ્વારા જિંદગીનું અતિ ઉત્તમદાન કહેવાય તે વિદ્યાદાન કહેવાય અને તમે બુક્સ અન્ય વિદ્યાર્થીઓને દાનમાં આપશો તો તમારા માટે તે આશીર્વાદરૂપ અમૂલ્યદાન ગણાશે જ્યારે પસ્તીમાં આપેલા પુસ્તકો ના પાનાઓમાં ખારી સિંગ ચના કે અન્ય વસ્તુઓના પડીકા બંધાશે જ્યારે દાનમાં આપેલ પુસ્તકોથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું જીવન જળ હળતુ બનશે તો આપ દ્વારા તમારા કોન્ટેક નંબર સાથે પુસ્તકોની વિગતો નું લિસ્ટ વાઇરલ કરશો તો તે તમારા માટે આશીર્વાદરૂપ ગણાશે.