Connect with us

Uncategorized

પુત્ર ને ટિફિન આપવા જતા નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનુ ડમ્ફરની અડફેટે કરુણ મોત

Published

on

(અવધ એક્સપ્રેસ સાવલી)

સાવલી સમલાયા રોડ પર બાઈક સવાર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ નું ડમ્ફરની અડફેટે કરુણ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે

Advertisement

મળતી માહિતી પ્રમાણે નિવૃત્ત કોન્સ્ટેબલ દલપત સિંહ ભગતસિંહ પરમાર  રહે સાવલી પોતાની બાઈક જી જે ૦૬ એન એલ ૮૪૫૪ લઈને પોતાના પુત્ર ને ટિફિન આપવા સમલાયા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે સમલાયા બાજુ થી આવતી સિમેન્ટ ભરીને આવતી  ટેન્કર નંબર જી જે ૧૮ એ યુ એ પાછળ થી ટક્કર મારતાં  દલપતસિંહ ભારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓનું ઘટના સ્થળે કરૂણ  મૃત્યુ નીપજ્યું હતું

ઘટના ની જાણ પરિવાર જનો ને થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા  હતા અને સાવલી પોલીસ ને જાણ કરી હતી બનાવના પગલે ફરાર થઈ ગયો હતો સાવલી પોલીસે  ટેન્કર ચાલક ની શોધખોળ હાથ ધરી હતી અને   ટેન્કરને કબ્જે કરી હતી અને ટેન્કર ચાલક વિરૂધ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

જ્યારે પોલીસે  મૃતદેહ ને પી. એમ અર્થે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!