Connect with us

Chhota Udepur

કંવાટ ના રૂમડીયા ગામે ગોળ ફેરિયાનો મેળો ભરાયો

Published

on

a-round-fair-was-held-at-rumdia-village-of-kanwat

દિનેશ રાઠવા દ્વારા

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ નજીક આવેલ રૂમડીયા ગામે વર્ષોથી વંશ પરંપરાગત ગોળ ફેરિયાનો મેળો આનંદ ઉત્સાહ અને ધાર્મિક ભાવનાથી યોજાય છે આ મેળો યોજવા પાછળ શ્રદ્ધા ગણો કે અંધ શ્રદ્ધા ગણો પરંતુ તે માટે નું સચોટ કારણ આપતા આદિવાસી વડીલોએ જણાવ્યું હતું કે આજથી ૨૦ વર્ષ પહેલા અમારા ગામમાં એક મરણ થયું હતું પરિણામે મૃતકને શ્રદ્ધાંજલિ આપવાને કારણે મેળા નું આયોજન કરવામાં આવ્યું ન હતું અને તે જ વર્ષે અતિવૃષ્ટિ થતાં આદિવાસીઓ તથા અન્ય લોકોને ખેતી સાથે પોતાના ધંધામાં પારાવાર નુકસાન થયું હતું પરિણામે આ મેળાનું આયોજન પ્રતિ વર્ષે કરવામાં આવે છે

Advertisement

a-round-fair-was-held-at-rumdia-village-of-kanwat

આ મેળાનું આયોજન કરવાનું મુખ્ય કારણ એ છેકે દુષ્કાળ ના પડે, પશુઓના મરણ ના થાય, માણસો રોગનો ભોગ ના બને, આવા બધા અનેક કારણોને લઈને વર્ષોથી આ પરંપરા મુજબ આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક જાડા લાકડાને જમીનમાં મજબૂત રીતે રોપી ઉપર ગોળ ફરતા એક મોટા લાકડાને વચ્ચે હોલ પાડીને ધરીના લાકડામાં ગોઠવવામાં આવે છે વર્ષ દરમિયાન જે પણ વ્યક્તિએ બાધા આખડી રાખી હોય તે ધરી ઉપર લગાવવામાં આવેલા લાંબા લાકડાના છેડા પર બાંધવામાં આવેલ દોરડા ને પકડીને રાખે છે તેને અન્ય લોકો ગોળ ચકરડીની જેમ ફેરવે છે

a-round-fair-was-held-at-rumdia-village-of-kanwat

પરિણામે તેની બાધા આંખડી પૂર્ણ થતા ગોળ ફેરિયાના મેળામાં પોતાની બાધા પૂરી કરે છે આ મેળો માનવા માટે સેંકડો ની સંખ્યામાં પરંપરાગત પહેરવેશ પહેરી આદિવાસીઓ ઢોલ નગારા ત્રાસા પીહા સાથે તેમનું હાથ વઘુ હથિયાર તીર કામઠા, ધારીયા, પાળીયા સાથે મેળો માણવા આવે છે આનંદ ઉત્સાહથી નાચ ગાન અને કિલકારીઑ પાડી કરી મેળાની મજા માણે છે આખો દિવસ ચાલતા આ મેળામાં ખાણીપીણીની વસ્તુઓ સાથે આદિવાસીઓ ના ઉપયોગમાં આવતી વસ્તુઓનું વેચાણ થતું હોય છે

Advertisement

a-round-fair-was-held-at-rumdia-village-of-kanwat

મેળામાં સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આદિવાસીઓ પોતાના માનીતા તહેવાર હોળીનો ઉત્સવ રંગ પાંચમ સુધી માણેછે બાદ માં આખું વર્ષ કામધંધા માં જોતરાઈ જાયછે આ અનોખો મેળો ભારત માં માત્ર આ એકજ જગ્યાએ ઉજવાઇ છે

Advertisement
error: Content is protected !!