Panchmahal
‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરાયું
નેશનલ સ્પોર્ટ્સ ડે સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે ૩૦ મીટર, ૫૦ મીટર અને ૧૦૦ મીટર દોડ સ્પર્ધાનું આયોજન કે.જી.પરમાર શાળા સાંકલી,ગોધરા ખાતે કરાયું હતું.જેમાં અંદાજે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે શિક્ષણ પ્રચારક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમરસિંહ પટેલ તથા શાળાના આચાર્ય ઉર્વશીબેન પટેલે હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પંચમહાલ જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપસિંહ પસાયા દ્વારા રમતવીરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“હમ ફીટ તો ઇન્ડિયા ફીટ“ વિઝન સાથે ખેલ મંત્રાલય તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર.એસ.નીનામા તેમજ સચિવ આર.ડી.ભટ્ટના માર્ગદર્શન હેઠળ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે સમગ્ર આયોજન કરાયું હતું તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપસિંહ પસાયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.