Gujarat
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ માં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજાયો.
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ કોલેજ માં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર કરવામાં આવ્યો જેમાં કોલેજ ના વિધાર્થીઓ માટે સ્કિલ બિલ્ડ પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું. જેમાં તેમને IBM સ્કિલ બિલ્ડ દ્વારા ઈ લર્નિંગ વિશે માહિતી મળશે તેમજ તેમને આઇટી ક્ષેત્ર માં આગળ વધી શકે તે માટે કોર્ષ મળી રહેશે. આ સેમિનાર માં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફના આચાર્ય ડો. કેદી છાયા અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન પંચમહાલ માથી જિલ્લાના વડા જમીલા શેખ હાજર રહ્યા હતા અને વિધાર્થીઓ ને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સેમિનાર માં વિધાર્થીઓ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), જોબ એપ્લિકેશન એસેન્શિયલ્સ અને માહિતી ટેકનોલોજી મૂળભૂત જેવા કોર્સ કરાવવામાં આવ્યા હતા આ વર્કશોપ માં 150 થી વધારે વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને ઇ લર્નિંગ સર્ટિફિકેટ મેળવ્યા. આ વર્કશોપ નું આયોજન પ્રો. સુરેન્દ્ર બારિયા અને વિનોદ ગરાસિયા અને ઇમરાન ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.