Dahod
બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ મોત

(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ નગરના મુવાડા ખાતે આવેલ રક્ષા પેટ્રોલ પંપ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોહિતભાઈ ભગાભાઈ સોલંકી ઝાલોદ નગરના બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજી વેચવાનો વ્યાપાર કરે છે તેઓ રોજીંદુ પોતાનું કામકાજ પતાવી પોતાના લીમડી મથકના ઘરે રાત્રીના રોજ પોતાની GJ.20.S.3138 નંબરની બાઇક લઈને જતા હતા.
તે દરમ્યાન લીમડી બાજુ જતાં રસ્તામાં આવેલ રક્ષા પેટ્રોલ પંપની પાસે દાહોદ તરફના રસ્તા થી આવતો GJ.20.5516 નંબરની બાઇક ચાલક પૂર ઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવતો હતો. અજાણ્યા ચાલક દ્વારા ગફ્લત રીતે ગાડી ચલાવી લઈને આવતા લીમડી જતાં રોહિતભાઈની બાઇક સાથે ધડાકા ભેર ભટકાઈ ગયેલ હતી. રોહિતભાઈને ગાડીની ટક્કર વાગતા ગળાના તેમજ જમણા હાથે ઈજાઓ પહોંચી હતી. તેથી રોહિતભાઈનું ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું.