Surat
સુરતમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી
સુનિલ ગાંજાવાલા
સુરત શહેરના VR મોલ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.બે કાર વચ્ચે અકસ્માતમાં થતા મહિલા કારમાં ફસાઈ ગઈ હતી. તેઓને 1 કલાકની ભારે જેહમત બાદ ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી સારવાર અર્થે 108 એમલ્યુલેન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરત શહેરના VR મોલ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરના VR મોલ પાસે જ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.બે કાર અચાનક ધકાભેર અડથાઈ BRTS રેલીંગમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતોકે, કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં બેઠેલી એક મહિલા ફસાઈ હતી. આ મહિલાને બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કારના પતરાને કાપીને એક કલાક રેસક્યૂ ઓપરેશન કરી મહિલાને બહાર કાઢી હતી. મહિલને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”આ બાબતે વેસું ફાયર વિભાગના ઓફિસર જણાવ્યું કે, હા ગઈ હતી. અને કારનો કચરઘાણ થઈ ગયો હતો. જોકે મોટી વાત તો એ છેકે, આ આખો અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ સુધી પોલીસ કે અમને સમજી શકાયું નથી.
આ અકસ્માતના કારણે આખો રસ્તો પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો.જોકે સમય ઉપર પોલીસ આવતા ટ્રાફિક હળવો કર્યો હતો”– પ્રકાશ પટેલ (વેસું ફાયર વિભાગના ઓફિસર)આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં મહિલા પણ ફસાઈ ગયા હતા. જેઓને બહાર કાઢવા માટે ફાયરની ટીમને બોલવાની ફરજ પડી હતી. તેઓ કારની અંદર ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા. આ મહિલાનો ડાબો પગ ગંભીર રીતે તૂટી ગયો હતો. ડાબી આંખમાં બીજા પહોંચી હતી. મહિલાને સહી સલામત બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. અમારે હાઇડ્રોલિક કટર મશીનથી પતરું કાપી 1 કલાકની ભારે જેહમત મહિલાને બહાર કાઢ્યો હતો.
મહિલાના હાથમાં અને પગ તૂટી ગયો હતો. અમારા આવવા પહેલા મહિલાને બહાર કાઢવા માટે સ્થાનિક, 108 ની ટીમ, પોલીસ તમામ લોકો દ્વારા ખુંબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અંતે તેઓએ ફાયરને જાણ કરી હતી. મહિલાને બહાર કાઢવામાં આવી ત્યારે હાથમાં અને પગ તૂટી ગયો હતો. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. યુવતીને ગંભીર ઈજા પહોંચવાની સાથે દુખાવો પણ થયો હતો.લાલ કલરની બ્રિઝા કાર અને સફેદ કલરની સ્વીફ્ટ કાર વચ્ચે વિચિત્ર પ્રકારે અકસ્માત સર્જાયો હતો.બ્રેઝા કારમાં પાંચ લોકો સવાર હતા. બે પુરુષ અને ત્રણ યુવતી ઓ સદનસીબે તેઓને સામાન્ય ઈજાઓ પોહચી હતી. જ્યારે સફેદ સ્વીફ્ટ કારમાં બે લોકો સવાર હતા. એક પુરુષ અને મહિલા જેમાં ડ્રાઇવર સીટની બાજુમાં લીસા નામની યુવતીને ગંભીર ઈજા પહોંચવાની સાથે કારની અંદર ફસાઈ ગઈ હતી. જ્યારે સદનસીબે કાર ચલાવનાર ને સામાન્ય નાની મોટી ઇજાઓ થતા ચમત્કારિક બચાવ થયો હતો. આ મામલે બંનેના પરિવારનું નિવેદન લીધા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે.