Connect with us

Chhota Udepur

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાનવડ માં સેવા સેતુ સેવા યજ્ઞ બન્યો; અરજીનો સ્થળ પર નિકાલ કરાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં કવાંટ તાલુકાના પાનવડ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ ના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું. રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોઈ છે.

Advertisement

આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના અગાઉનો તબક્કોઓ સરકારે પૂર્ણ કર્યા છે. આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવા ”સેવાસેતુ” યોજીને ઝડપથી પ્રજાજનોને સીધા લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં પાવીજેતપુરના  ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ રાઠવા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા. અમલીકરણ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓએ ફરજ બજાવી અને સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!