Connect with us

Chhota Udepur

સરકાર માટે શરમજનક ઘટના રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને જતાં રસ્તામાં પ્રસુતિ થઈ :મહિલાનું મોત

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા)

છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાનું તુરખેડા ગામમાં આંતરિક રસ્તા ન હોવાના કારણે આજે વહેલી સવારે પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને ઉંચકીને લઈ જતાં રસ્તાના પ્રસુતિ થઈ ગઈ હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવજાત બાળકીનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટા ઉદેપુરના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના ૭૭ વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઇને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોઈ બીમાર પડે ત્યારે ઝોળી બનાવીને ઉંચકીને ૫ કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે.

આજે વહેલી સવારે લગભગ ૫ વાગ્યે તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઇ ભીલની પત્ની કવિતાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી પરિવારજનો તેમજ ગ્રામજનોએ ઝોળી બનાવીને કિશનભાઈની પત્ની કવિતાબેનને ઝોળીમાં નાખીને ખભે ઉંચકીને ઊંચા ઊંચા ડુંગર ચઢીને ખડલા લઈ જતાં હતા ત્યારે, રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ હતી. રસ્તામાં પ્રસુતિ થતા નવજાત બાળકીનો જન્મ થયો હતો, પરંતુ મહિલાનું મૃત્યુ પામી હતી અને નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો હતો.

Advertisement

આવી શરમજનક ઘટના વિકાસના મોટા મોટા દાવાઓ કરતા ગુજરાત રાજયની જોવા મળી છે કે, જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે પ્રસૂતાએ પ્રસુતિ દરમિયાન બાળકીને જન્મ આપ્યો પરંતુ બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

કવિતાબેનને ઝોળીમાં નાખીને ખભે ઉંચકીને ઊંચા ઊંચા ડુંગર ચઢીને ખડલા લઈ જતાં હતા ત્યારે, રસ્તામાં જ પ્રસુતિ થઈ નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો

Advertisement

* વિકાસ ના વાયદા કરનારી સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!