Chhota Udepur
છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં દારૂના નશામાં ચકચૂર થયેલ શિક્ષકનો ચોંકાવનારો વિડીયો થયો વાયરલ

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં દારૂના નશામાં ચકચૂર થયેલ એક શિક્ષકનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. નશાની હાલતમાં શિક્ષક આચાર્યની ઓફિસમાં ધમાલ મચાવી રહ્યો હતો તે દરમિયાન તે શિક્ષાની દેવી સરસ્વતીના ફોટાને લાત માટે છે. શિક્ષક વિરુદ્ધ સ્કૂલના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કવાંટ તાલુકાની ગેલેસર શાળામાં નસવાડીની કુકરદા સરકારી માધ્યમિક શાળાના પ્રવાસી શિક્ષકની કરતૂતનો વિડીયો વાયરલ થયો છે. પ્રવાસી શિક્ષક યોગેશ રાઠવા કોઈ કારણસર કવાંટ તાલુકાની ગેલેસર શાળામાં ગયો હતો. દારૂના નશામાં પ્રવાસી શિક્ષક ધમાલ મચાવે છે અને શાળામાં સરસ્વતી માંના ફોટાને લાત મારે છે. સમગ્ર પ્રકરણમાં પ્રવાસી શિક્ષક વિરુદ્ધ સ્થાનિક શાળાના આચાર્યએ કવાંટ પોલીસને જાણ કરતા પ્રવાસી શિક્ષક સામે નશો કરેલ હાલતનો પોલીસે કેશ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બુધવારની હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ધામને બદનામ કરતા પ્રવાસી શિક્ષક ક્યારે સુધરશે?