National
સીંઘમ ના ચાહકની ઉત્તરપ્રદેશ થી મુંબઈ ની પદયાત્રા

(કાદિર દાઢી દ્વારા)
ઉત્તરપ્રદેશના સહારનપુરના સંજયકુમાર બોલીવુડના અભિનેતા અજય દેવગનના ચાહક છે .પોતાના મનગમતા અભિનેતાને મળવા મુંબઈ સુંધી ની પગપાળા યાત્રા શરુ કરી છે. આજરોજ હાલોલ ખાતે આવી રાત્રી રોકાણ કરી મુંબઈ હાઈવે તરફપ્રયાણ કર્યું હતું સંજયકુમાર અજય દેવગનનના જબરા ચાહક છે. તેમની મોટાભાગની ફિલ્મો તેમને નિહાળી છે.
હાલોલ ખાતે રોકાણ દરમિયાન તેમની સાથે વાતચીત કરતા જણાવ્યુ કે અજય દેવગણ ની ફિલ્મ ફૂલ ઓર કાંટે જોયા બાદ તેઓના ફ્રેન્ડ બન્યા હતા અને ત્યાર બાદ તેઓની બધી જ ફિલ્મો નિહાળી હતી જોકે થોડા સમય પહેલા જ અજય દેવગણ ની ફિલ્મ દ્રશ્યમ ૨ જોયા પછી તેઓને ખ્યાલ આવ્યો કે દ્રશ્યમ ૨ માં તેઓનું પરિવાર દર્શાવ્યું છે તેવુ જ તેઓનું પણ પરિવાર છે અને સંજય કુમારે મન બનાવી લીધું કે પગપાળા ઉત્તર પ્રદેશનાં સરાહનપૂર થી નીકળી પડ્યા જ્યારે સંજયકુમાર ના પરિવારમાં બે દીકરીઓ છે જેમાં ૬ વર્ષની દીકરી આરોહી છે અને નાની ૪ વર્ષ ની દીકરી દિયા છે જ્યારે તેઓની પત્ની નું નામ રચના દેવી છે. તેઓ પોતાના ગામમાં સાયબર કાફે ની દુકાન ચલાવે છે જેમાં વિવિધ બેન્કો ને લગતી કામગીરી કરી રહ્યા છે જોકે મહત્વની વાત એ છેકે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તેઓએ ઘરે કહ્યા વગર નીકળી ગયા હતા અને ૧૧ દિવસ બાદ તેઓએ જણાવ્યું હતું કે હું મુબઇ ફિલ્મ કલાકાર અજય દેવગણ ને મળવા માટે પગપાળા નીકળી ગયો છું જ્યારે આજે આ યુવાન હાલોલ ખાતે આવી પહોંચતા ટોલનાકા નજીક સ્થાનિક ફિલ્મ ચાહકોએ તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ