National

નવા મતદારોની નોંધણી અને મતદારયાદીની વિગતોમાં સુધારા-વધારા કરવા ખાસ ઝૂંબેશ યોજાશે

Published

on

ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ

સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે

Advertisement

ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર તા. ૦૧.૦૪.૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત લાયકાત ધરાવતા નવા મતદારો નોંધણી કરાવી શકશે તેમજ જે લોકો મતદારયાદીમાંની તેમની વિગતોમાં સુધારા-વધારા કરાવવા ઈચ્છે છે, તેઓ પણ અરજી કરી શકશે.

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાને રાખી ૦૧.૦૪.૨૦૨૪ ની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જિલ્લાનો કોઈપણ નાગરીક મતદાર નોંધણીથી વંચિત ૨હી ન જાય તથા તમામ ૧૮ વર્ષની વયના યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્ચિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ અન્વયે મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમો આયોજીત ક૨વામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ સ્વીટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ માટે સ્વીપ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

કાર્યક્રમની સમયસૂચિ પ્રમાણે તા. ૧૬/૧૦/૨૦૨૩ સુધી સુધારણા પૂર્વેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં તાલીમ, બી.એલ.ઓ. દ્વારા હાઉસ ટુ હાઉસ ચકાસણી, મતદારયાદી/ઈ.પી.આઈ.સી.એસ.માં વિસંગતતાઓ દૂર કરવી, ફોટોગ્રાફની ગુણવત્તામાં સુધારો કરવો તેમજ તા. ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં પુરવણી યાદી અને સંકલિત મુસદ્દા મતદાર યાદી તૈયાર કરવી.

તા. ૧૭/૧૦/૨૦૨૩ થી તા. ૦૧/૦૧/૨૦૨૪ સુધીમાં સુધારણા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ, હક્ક-દાવા અને વાંધા અરજીઓની રજૂઆત અને નિકાલ, ખાસ ઝૂંબેશો અને ડેટાબેઝ અદ્યતન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તા. ૦૫/૦૧/૨૦૨૪ ને શુક્રવારના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધી કરવામાં આવશે, તેમ રાજ્યના ચૂંટણી આયોગની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version