Vadodara
આઈ.ટી.આઈ તરસાલીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો ખાસ ઔદ્યોગિક રોજગાર મેળો યોજાશે.
પ્રતિનિધિ, કાજર બારીયા
સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન
મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, તરસાલી વડોદરા અને યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન અને ગાઇડન્સ બ્યુરો ,ચમેલીબાગ , એમ.એસ.યુનીવર્સિટી કેમ્પસ,વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર અને દાહોદ તેમજ ડીસેબલ આઈટીઆઈ તરસાલી અને એનસીએસડીએ વડોદરાના સંયુક્ત ઉપક્રમે માત્ર ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર અસ્થિવિષયક અને સાંભળવાની અને બોલવાની ક્ષતી ધરાવતા ૧૮ થી ૪૦ વય ધરાવતા સ્વતંત્ર હલનચલન અને હાથથી કામ કરી શકે તેવા સ્ત્રી -પુરુષ દિવ્યાંગ ઉમેદવારો માટે તા.૧૬.૦૫.૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ડિસેબલ આઈ.ટી.આઈ કેમ્પસ, તરસાલી,વડોદરા ખાતે ખાસ દિવ્યાંગજન માટેનો જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી છે.
જેમાં વડોદરા જિલ્લાના ઔધોગિક એકમો અને સંસ્થાના એમ્પાલોયરે દિવ્યાંગજનોની ખાસ ટેકનીકલ કે નોન ટેકનીકલ તમામ વેકન્સી અનુબંધમ પોર્ટલ પર જોબફેરમા નોટીફાઈડ કરાવી હાજર રહેવા તેમજ રોજગાર ,સ્વરોજગારની જરુરીયાત હોય તેવા ૪૦% કે તેથી વધુ બોલવા, સાંભળવાની અને અસ્થિવિષયક ક્ષતી ધરાવતા દિવ્યાંગ ભાઈ બહેનોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
ભરતી મેળાના દિવસે લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમા જણાવાયું છે.