Mahisagar
આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આદિવાસી વિસ્તારની નવી શિક્ષણની પ્રાસંગિકતા વિષય પર વિશેષ વ્યાખ્યાન આયોજન થયું
આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજ સંતરામપુર દ્વારા આદિવાસી વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણનીતિની પ્રાસંગિકતા વિષય પર વિશેષ વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. મધુકર પાડવી, કુલપતિ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી,રાજપીપળા તથા અતિથિ વિશેષ તરીકે એ.કે રુંગટા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય ડો. અભય પરમાર દ્વારા મહેમાનોનો પરિચય આપી પુસ્તકરૂપી પુસ્તક ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. એ કે રૂંગટા એ નવી શિક્ષણનીતિ તથા વ્યવસાયિક અભ્યાસક્રમો વિષય પર ઉપયોગી માહિતી આપી હતી સાથોસાથ વર્તમાન સમયમાં સ્કિલ બેઝ એજ્યુકેશન કેટલું આવશ્યક છે
તેના વિશે ચર્ચા કરી હતી. કુલપતિ ડોક્ટર મધુકર પાડવી દ્વારા ઉચ્ચ શેક્ષણિક સંસ્થાઓમાં ન્યુ એજ્યુકેશન પોલીસી ના કારણે અભ્યાસક્રમ માળખું, પરીક્ષા તેમજ પરિણામ લક્ષી બાબતોમાં કયા કયા ફેરફાર થયેલ છે તથા સંશોધનલક્ષી તેમજ વેલ્યુ બેઝ એજ્યુકેશન કેવી રીતે આપી શકાય તેના માટે શું આયોજન કરી શકાય આ બાબતે માહિતીસભર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો.કામિની દશોરા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપક તથા એન.એન.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.અમૃત ઠાકોર, ડો. વિનોદ વણકર તેમજ ડો. પંકજ ચૌધરી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આઈ.ક્યુ.એ.સી કોર્ડીનેટર પ્રોફે.દેવરાજ નંદા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ વનરાજભાઈ ડામોર દ્વારા સમગ્ર કોલેજ પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)