Chhota Udepur
દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જે.પી.મેવાડા નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી સ્ટાફના માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન અંગત રાહે બાતમી હકિકત મળેલ કે, પાનવડ ટાઉન વિસ્તારના મેલ ફળીયામા રહેતા સંજયભાઇ શૈલેષભાઇ રાઠવા નાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં એક દેશી હાથ બનાવટનો તંમચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો રાખેલ છે.
તેવી હકીકત આધારે, સદર આરોપીના ઘરે રેઇડ કરતા આરોપી સંજયભાઇ શૈલેષભાઇ રાઠવા ઉ.વ ૨૧ ધંધો મંજુરી રહે. પાનવડ મેલ ફળીયા, તા.કવાંટ જી. છોટાઉદેપુરનાંનો પોતે હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ટેબલ પર રાખેલ ગોદડામાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો તંમચો કિમત રૂપીયા ૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧) બી. એ. મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી સંજયભાઇ શૈલેષભાઇ રાઠવા ઉ.વ.૨૧ ધંધો.મંજુરી રહે.પાનવડ મેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુરનાઓને અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.