Connect with us

Chhota Udepur

પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગો માટે ખાસ ભરતી મેળો યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર) દિવ્યાંગતા ધરાવતા તેમજ ૧૮ થી ૪૦ વર્ષના ધો.૮,૧૦,૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા સામાન્ય ઉમેદવારો માટે શ્રી એમ. સી. રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ ભરતી મેળામાં પી.જી.પી. ગ્લાસ પ્રા. લી., જંબુસર અને કોસંબા, કોસંબા ગ્લાસ ડેકો- પેકેજીંગ વિભાગ, જરોદ તથા અંશા ડેકો ગ્લાસ પ્રા .લી., કોસંબાની શોર્ટર, પેકર અને હેલ્પર જેવી ૧૦૦ જેટલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યું હતું, જેમાંથી ૧૦ ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામા આવી છે. આ ઉપરાંત સામાન્ય ઉમેદવારોમાટે ૧૧ નોકરીદાતાઓ દ્વારા ૪૦૦ જેટલી ટેકનીકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ,જેમાં ૬૦૦ જેટલા ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામાં ભાગ લીધો. જે પૈકી ૨૭૦ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

Advertisement

આ તકે ઉમેદવારોને લોન સહાય યોજનાઓ, ફ્રી વોકેશનલ તાલીમ યોજના, અગ્નીવીર માટેની નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજના, વિદેશ રોજગાર અને શિક્ષણ, સેફ લીગલ માઈગ્રેશન તથા રોજગારલક્ષી અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ભરતી મેળામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ, કોલેજના આચાર્ય ડો. હર્ષદ રોહિત, સમાજ સુરક્ષા કચેરી, છોટાઉદેપુર તથા એન.સી.એસ.ડી.એ.,વડોદરા અને અમદાવાદના અધિકારી/કર્મચારીઓ, કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!