Connect with us

National

નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” યોજાયો

Published

on

A "State Welcome Program" was held in the virtual presence of Narendra Modi

સ્વાગત સેવાના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત ક્રાર્યક્રમના બે દાયકાના અનુભવો તથા તેના થકી જનહીતલક્ષી કાર્યોને લઈને સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા સાચા હક્કદાર ગુજરાતના જાગૃત નાગરિકોને ગણાવ્યા હતા. તેમણે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મોડલ દુનિયાભરમાં સ્વીકૃતિ પામ્યું છે, તેની અલગ ઓળખ ઊભી થઈ છે. “સ્વાગત કાર્યક્રમ”ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે, જે તેની સફળતાનો પુરાવો છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ વર્ષ પહેલા શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના અરજદારો પૈકીનાં અમુક અરજદારો સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓના નીતિવિષયક પ્રશ્નોનો સુચારુ નિકાલ કરવાના સ્તુત્ય પ્રયાસ કરાયા હતાં. “સ્વાગત કાર્યક્રમ”ની ૨૦ વર્ષ ની ગાથા આલેખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજુ કરાઈ હતી.

A "State Welcome Program" was held in the virtual presence of Narendra Modi

વડાપ્રધાનના પથદર્શક વર્ચ્યુલ સંબોધન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાના કલેક્ટરઓ દ્વારા રાજ્યકક્ષાએ પહોંચેલા પ્રશ્નોના સુખદ નિરાકરણ લાવવામાં આવ્યા હતા. ઈમાનદારીથી કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ એટલે સ્વાગત કાર્યક્રમ. સામાન્ય જનતાની સમસ્યાનો સુચારૂ રીતે નિરાકરણ લાવવાની દિશામાં ચાવીરૂપ ભૂમિકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ભજવી રહ્યું છે.

Advertisement

આ તકે જિલ્લા કલેકટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

* મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન નાગરિકોના સ્વાગત કાર્યક્રમના પ્રશ્નોના નિવારણ માટે પરામર્શ કર્યો
* જિલ્લા કલેકટર આશિષ કુમાર સહિત જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા

Advertisement
error: Content is protected !!