Panchmahal
કૂવો ગાળવા ઉતરેલા શ્રમિક ઉપર પત્થર પડતાં ઘટના સ્થળે મોત
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ઘોઘંબા તાલુકાના વાવકુંડલી ગામે પોતાના ખેતરમાં કૂવો ગાળતા 40 એક ફૂટ કૂવો ગાળ્યા બાદ ઉપરથી અચાનક પથ્થર પડતા કૂવો ગાળતા ગણપત રઈજીભાઈ બારીયા ને માથાના ભાગે પથ્થર વાગતા તેઓનું ઘટના સ્થળે કુવામાં જ મરણ થયું હતું.
આ બનાવથી વાવ કુંડલી ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે પોતાની જાતે કૂવો ગાળતા હતા રૂપિયા બચાવવાના આશયથી તેઓ એકલા જ કુવાની અંદર કામ કરતા હતા અને બહારથી તેમનો અન્ય સાથીદાર માટી બહાર ખેંચતો હતો આજે સવારના 10:00 વાગ્યાના અરસામાં બનેલી આ ગોઝારી ઘટનામાં ઘટના સ્થાને મરણ પામનાર ના પરિવારજનો માં રોકકળ મચી જવા પામી હતી.