Chhota Udepur
રસ્તો ભટકી ગયેલો પિટબુલ ડોગ ગામડામાં આવી ચડ્યો ડરામણો ચહેરો જોઈ વન્ય પ્રાણી સમજતા લોકોએ ઘાયલ કર્યો
(પ્રતિનિધિ, કાજર બારીયા “અવધ એક્સપ્રેસ”)
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે પિટબુલ નામનો કુતરો રસ્તો ભટકી જતા કોઈક જગ્યાએથી બહાદરપુર ગામમાં આવી પહોંચ્યો હતો અને આખો દિવસ ગામમાં ફરતો રહ્યો હતો નવી જ જાતનો કૂતરો જોવા મળતા ગામ ના લોકો ને પણ નવાઈ લાગી હતી તેનો ડરામણો ચહેરો જોઈને કેટલાક લોકોને તેનો ડર પણ લાગતો હતો તે ભૂખ્યો હતો અને આખો દિવસ વરસાદનામાં પલળી રહ્યો હતો આપેલી જગ્યા એ ફરતો જોવા મળ્યો હતો પણ આ દયાળુ જીવ એકદમ વિશાળ અને માયારું હતું કોક બોલાવે તો તેની પાસે મસ્તી અને વાહાલ કરતો જોવા મળ્યો હતો પણ શું ખબર સાંજ પડતા જ તેની હાલત શું થવાની હતી.
આખા ગામમાં ફરતા ફરતા અચાનક બહાદરપુર ગામના પીર ફળિયા વિસ્તાર બાજુ જતા જ ત્યાંના અમુક લોકો દ્વારા તેને એટલી ખરાબ રીતે તેને મારવામાં આવ્યો હતો કે ત્યાં કોઈ જીવ દયાળુ જોવે તો તેનું કાળજુ કંપાવી નાખે તેવી આ ઘટના બની હતી ત્યાંના અમુક લોકો દ્વારા લાકડી અને પાવડા વડે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. માણસ ની જેમ આ નિર્દોષ જીવ બૂમો પાડતો રહ્યો અને રડતો રહ્યો પણ તેને કોણ બચાવે અચાનક ત્યા કોઈ દયાળુ લોકો જતા આ લોકોને મારતા અટકાવ્યા હતાં અને ત્યાંના લોકો દ્વારા તેને હળદર લગાવવી સારવાર કરી.