Surat
સુરતમાં વાવાઝોડાનાં કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતિ પર પડ્યો
(સુનિલ ગાંજાવાલા દ્વારા)
બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે ઝાડ પડવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો. થાંભલો બાઈક સવાર દંપત્તિ પર પડતા મહિલાને ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મહિલા પોતાના પતિ સાથે ઘરેથી બાઈક પર બેસીને જઈ રહી હતી. એ દરમિયાન વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધડામ દઈને પડ્યો હતો. જેથી બાઇકની પાછળ બેઠેલી મહિલાની માથાના ભાગે ઈજા પહોંચી હતી.
મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સ્ટ્રીટ લાઈટનો થાંભલો બાઈક સવાર દંપતિ પર પડ્યો હતો. જેમાં મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વીજ પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને થાંભલો હટાવવાની કામગીરી કરીને રસ્તો ક્લિયર કર્યો હતો.