Gujarat
રિંછવાણી હાઈસ્કુલમાં ખાનગી વાહનમાં અભ્યાસ કરવા જતી વિધાર્થિનીનું વાહનમાંથી પડી જવાથી મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પંથકના ચાઠા ગામની આશાસ્પદ યુવતી રિંછવાણી હાઈસ્કુલ અભ્યાસ અર્થે જઈ રહેલ યુવતીનું વાહન માંથી અચાનક પડી જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું પ્રાપ્ત અહેવાલ અનુસાર ઘોઘંબા પંથકના ચાઠા ગામની વિદ્યાર્થિની હેતલબેન પર્વતભાઈ બારીઆ નામની વિદ્યાર્થિની રિંછવાણી સરદાર પટેલ હાઇસ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી અને શાળાએ જતા પ્રાઇવેટ ખાનગી વાહન (ઈકો કાર) માં ઘેટાં બકરાં ની જેમ ઠેસોઠેસ ભરેલ હોઈ અને વાહન ચાલકની બેદરકારી થી ચાઠી નજીક ખરેડી ગામે આવેલ નાળા પાસે વાહન ચાલકે અચાનક બ્રેક મારતાં યુવતી ફંગોળાઈ ને મેટલ રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સારવાર કરતા તબીબી એ વિદ્યાર્થિની ને મૃત જાહેર કરતા પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો અને પરિવાર જનોએ ખાનગી વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર પાસે માંગ કરી છે અગાઉ પણ મનોમંથન દૈનીક અખબાર દ્વારા તંત્રને ધ્યાન દોરતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અને તંત્રની બેદરકારી થી એક આશાસ્પદ યુવતીની તંત્રની નિષ્કાળજી થી મોત નિપજ્યું છે સમગ્ર પંથકની લોક માંગ છે કે ખાનગી વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
– RTO તંત્રના પેટનું પાણી ન હલતા દુર્ઘટના સર્જાઈ, જવાબદાર કોણ?
– હજી સુધી કાર્યવાહી કરવા માં નઈ આવે તો અનેક વિદ્યાર્થીઓનો વારો આવી શકે?