Surat

સુરત શહેરમાં એકાએક રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્રની દોડધામ

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જુલાઈ મહિનામાં 7 બાળકી સહિત 12 લોકોના ઝાડ-ઉલટી, મલેરિયા થી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં ઝાડા,ઉલટી,મલેરિયાના 329 થી વધુ કેસો નોંધાય છે. ગત વર્ષ જુલાઈ મહિનામાં ઝાડા, ઉલટી, મલેરિયાના 100 જેટલા કેસ નોંધાયા હતા.આ વર્ષે ઉધના ઝોન-એ, ઝોન બી સૌથી વધુ ઝાડા, ઉલટી, મલેરિયાના કેસો નોંધાયા છે.

Advertisement

પાંડેસરા વિસ્તારમાં જાડા ઉલટી બાદ બે વર્ષના બાળક થયા હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે.સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે પાણીજન્ય રોગોમક દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઝાડા-ઉલટીને, ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં શહેરમાં સતત વધારો નોંધાયો છે. અને સાથે જ મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો ઉધના ઝોન-એ અને ઉધના ઝોન-બી માં મલેરિયા,ઝાડા-ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષ જુલાઈ મહિનામાં 100 જેટલા ઝાડા-ઉલટી ડેન્ગ્યુ,મલેરિયાના કેસો નોંધાયા હતા. ત્યારે આ વર્ષે જુલાઈ મહિનાના છેલ્લા 15 દિવસમાં 329 થી વધુ કેસો વધવાની સાથે મોતના આંકડામાં પણ વધારો નોંધાયો છે.જુલાઈ મહિનામાં 7 બાળકો સહિત 12 લોકોના જાડા- ઉલટી ડેન્ગો,મલેરિયાથી મોતી નીપજ્યા છે. મહાનગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે.

Advertisement

Trending

Exit mobile version