Gujarat
હાથથી સફાઈ અથવા માથેથી મેલુ ઉપાડી સફાઈ કરનાર કામદારોનો સર્વે

વડોદરા જિલ્લામાં “ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેંટ એઝ મેન્યુઅલ સ્કેવેંજર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩ નો અસરકારક રીતે અમલીકરણ થાય છે. તેના અનુસંધાને જિલ્લાઓમાં હાલના સમયમાં પણ સફાઈ કર્મશીલ કયાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ કરી રહ્યા છે. આ કાર્યને રોકવા માટે ભારત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેથી વડોદરા જિલ્લામાં જે સફાઇ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય છે, તેવા સફાઇ કામદારોની સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે આગામી ૭ દિવસ સુધી શહેરી વિસ્તારમાં રહેતા જનતાએ નગરપાલિકાની કચેરીમાં નગરપાલિકા તરફથી નક્કી કરેલ કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જો અરજદાર નક્કી કરેલી સમય મર્યાદામાં નગરપાલિકામાં/ગ્રામપંચાયતમાં રજૂઆત નહીં કરે, તો પુનઃસર્વેની કામગીરી કરવામાં આવશે નહી.
આ સર્વેનો હેતુ કોઇ પણ પ્રકારની લોન આપવા કે અન્ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઇ કામદરો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતા હોય તેવા સફાઇ કામદારોને આ કામગીરીમાંથી મુકત કરવાનો છે. તેમ વડોદરા જિલ્લા અનુસુચિત જાતિ કલ્યાણની કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.