Vadodara

કવાંટ તાલુકાની ભેખડીયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

કવાંટ તાલુકાના ભેખડીયા પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી. કવાંટ તાલુકા કક્ષાના ગણિત

Advertisement

વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિક બાળકોએ પોતે બનાવેલી કૃતિઓ વિશે જાણકારી આપી અને બાળકો થકી થયેલી શોધો ભવિષ્યમાં લોકોને ઉપયોગી થાય અને ભાગ લેનાર તમામ બાળકો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતાં. પ્રદર્શનમાં તમામ બાળકોને ગોલ્ડ મેડલ પેન નોટબુક પ્રમાણપત્ર અને વિભાગ વાર કુલ એક થી પાંચ વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

તેમજ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કવાંટ તાલુકાની નજીકની પ્રાથમિક શાળાના બાળકોએ પ્રદર્શન નિહાળવા માટે જોડાયા હતા. પ્રદર્શનના પૂર્ણહિત સમારોહમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ભાવનાબેન જયેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી કો ઓર્ડીનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના આગેવાનો, જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના કર્મચારીઓ, બી.આર.સી કર્મચારી અહીંની સી.આર.સી ટીમ, શિક્ષણ પરિવાર અને એસ.એમ.સી નો પણ ખુબ ખુબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ની પૂર્ણહુતિ કરવામાં આવી હતી

Advertisement

Trending

Exit mobile version