Panchmahal
શહેરામાં જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે.જે અંતર્ગત આજરોજ પંચમહાલ જીલ્લાના તાલુકા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતા.
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શહેરા મામલતદાર એન.એમ મોદી સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તાલુકા સ્વાગત ખાતે કુલ ૧૨ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.